Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તટરક્ષક દળના કમાન્ડરે ઉત્તર પશ્ચિમી પ્રદેશની પરિચાલન સજ્જતાની સમીક્ષા કરી

પશ્ચિમી સીબોર્ડના તટરક્ષક દળના કમાન્ડર અધિક મહાનિદેશક કે.આર. સૂરેશ, PTM, TM, તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ)ની મુલાકાત લેવા માટે 27 એપ્રિલ 2023ના રોજ શ્રીમતી જયંતી સૂરેશ {કોસ્ટ ગાર્ડ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પશ્ચિમી સીબોર્ડ)ના અધ્યક્ષા} સાથે ગાંધીનગર આવ્યા હતા. તેમના આગમન...
તટરક્ષક દળના કમાન્ડરે ઉત્તર પશ્ચિમી પ્રદેશની પરિચાલન સજ્જતાની સમીક્ષા કરી

પશ્ચિમી સીબોર્ડના તટરક્ષક દળના કમાન્ડર અધિક મહાનિદેશક કે.આર. સૂરેશ, PTM, TM, તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ)ની મુલાકાત લેવા માટે 27 એપ્રિલ 2023ના રોજ શ્રીમતી જયંતી સૂરેશ {કોસ્ટ ગાર્ડ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પશ્ચિમી સીબોર્ડ)ના અધ્યક્ષા} સાથે ગાંધીનગર આવ્યા હતા.

Advertisement

તેમના આગમન પર, તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ)ના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM અને શ્રીમતી કવિતા હરબોલા, કોસ્ટ ગાર્ડ વાઇવ્સ વેલફેર એસોસિએશન (ઉત્તર પશ્ચિમ પ્રદેશ)ના અધ્યક્ષા તેમના સ્વાગત માટે આવ્યા હતા. આ ફ્લેગ ઓફિસર લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓ સહિત ગુજરાતથી કેરળ સુધીના સમગ્ર પશ્ચિમી સીબોર્ડમાં ભારતીય તટરક્ષક દળ ચાર્ટર માટે જવાબદાર છે.

Advertisement

તટરક્ષક દળના કમાન્ડર (WS) 27 એપ્રિલ 2023ના રોજ ગુજરાતના માનનીય રાજ્યપાલને પણ મળ્યા હતા. ત્યારબાદ, તેઓ મુન્દ્રા, વાડીનાર, વેરાવળ અને પીપાવાવના ફોરવર્ડ ફોર્મેશનની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન મેન્ડેટેડ કોસ્ટ ગાર્ડ ચાર્ટરમાં તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ)ની એકંદર પરિચાલન સજ્જતા અને પૂર્વતૈયારીઓની સમીક્ષા તેમજ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ADG અને શ્રીમતી જયંતિ સૂરેશ {કોસ્ટ ગાર્ડ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (પશ્ચિમી સીબોર્ડ)ના અધ્યક્ષા} આ ફોરવર્ડ સ્થાનો પર નિયુક્ત કરવામાં આવેલા ICG અધિકારીઓ, કર્મીઓ અને તેમના પરિવારો સાથે સંવાદ કરશે.

Advertisement

Tags :
Advertisement

.