ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસ કોર્પોરેટરના પતિનો રોફ, ઈજનેર પાસેથી માસિક 1 લાખ માંગતા મામલો પોલીસ મથકે

જામનગર મહાનગર પાલિકાના અધિકારી પાસે ખંડણીની માંગ કરીને ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. સીટી ઈજનેર પાસેથી માસિક 1 લાખનો હપ્તોની માંગણી Congress ના કોર્પોરેટરના પતિએ કરી હોવાની પોલીસ ફરીયાદ સીટી એ ડીવીઝનમાં નોંધાઈ છે. અધિકારીને આપવામાં આવેલ ઘમકીના ઘેરા...
01:25 PM Mar 30, 2024 IST | Harsh Bhatt

જામનગર મહાનગર પાલિકાના અધિકારી પાસે ખંડણીની માંગ કરીને ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. સીટી ઈજનેર પાસેથી માસિક 1 લાખનો હપ્તોની માંગણી Congress ના કોર્પોરેટરના પતિએ કરી હોવાની પોલીસ ફરીયાદ સીટી એ ડીવીઝનમાં નોંધાઈ છે. અધિકારીને આપવામાં આવેલ ઘમકીના ઘેરા પડઘા પડ્યા છે અને બ્રહ્મ સમાજે એકત્ર થઈ રોષ દર્શવ્યો છે.

મહાનગરપાલિકાના અધિકારી સંગઠન અને બ્રહ્મ સમાજ અધિકારીની પડખે

જામનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સીટી ઈજનેર ભાવેશ જાનીને પોતાને ધમકી આપી હોવાની અને ખંડણી માંગી હોવાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. મહાનગર પાલિકાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર પતિ દિપુ પારીયાએ વોર્ડ નંબર 7ની ઈમ્પેકટ ફીની ફાઈલ કલીરીંગ કરી આપવા ધાક-ધમકી આપી કહ્યુ પુર્વ કોર્પોરેટર છુ, મારા પત્નિ કોર્પોરેટર છે તમારે મહાનગર પાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે.સીટી ઈજનેર ભાવેશ જાનીનો કાઠલો પકડીને ધમકી આપી કે વકીલ હારૂન પલેજાની હત્યા થઈ છે. તેમ હત્યા કરાવી નાખવાની અને ખોટા એકટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે અધિકારીએ પોલીસમાં ફરીયાદ નોંધવી છે.

સીટી એ પોલીસ સ્ટેશનમાં Congress ના કોર્પોરેટર દિપુ પારીયા સામે ફરીયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ જામનગર બ્રહ્મ સમાજ દ્વારા રોષ જતાવી, આવેદન પત્ર પાઠવી ગુંડાગીરી ચાલવી નહીં લેવાય એમ કહી કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો : રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન પર હવે કોંગ્રેસ પણ કૂદી, જાણો શું કહ્યું

Tags :
adhikariBrahm SamajCongress corporatorCrimedipu pariafightGujaratJamnagarjamnagar mahangar palikaPolice complaint
Next Article