Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારી સોનાવાલા હોસ્પિટલમાં બ્લડ બેંકના સાધનો બન્યા શોભાના ગાંઠિયા સમાન

બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં બ્લડ બેંકના સાધનો બન્યા શોભાના ગાંઠિયા સમાન. આશરે 6 મહિનાથી જગ્યાના અભાવે શરૂ નથી થઈ શકી બ્લડ બેંક. જગ્યા માટે 1 મહિના પહેલા સરકારમાં રજૂઆત કર્યાની આર.એમ.ઓ. એ આપી માહિતી. રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી લોકોને સુવિધા...
03:47 PM Jul 17, 2023 IST | Hardik Shah

બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં બ્લડ બેંકના સાધનો બન્યા શોભાના ગાંઠિયા સમાન. આશરે 6 મહિનાથી જગ્યાના અભાવે શરૂ નથી થઈ શકી બ્લડ બેંક. જગ્યા માટે 1 મહિના પહેલા સરકારમાં રજૂઆત કર્યાની આર.એમ.ઓ. એ આપી માહિતી.

રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી લોકોને સુવિધા મળે તેને લઈ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે. સરકાર દ્વારા આરોગ્યલક્ષી સુવિધા માટે લાખો રૂપિયાના સાધનો પણ આપવામાં આવે છે. ત્યારે બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં પણ લાખો રૂપિયાના ખર્ચે બ્લડ બેંકના સાધનો આપવામાં આવેલ છે. આશરે 6 મહિનાથી આવેલા આ સાધનો હાલતો શોભાના ગાંઠિયા સમાન પડ્યા છે.

બોટાદ જિલ્લામાં હાલ એક ખાનગી બ્લડ બેંક આવેલ છે. જેની સ્ટોરેજ ક્ષમતા ઓછી હોવાના કારણે બોટાદ જિલ્લામાં મોટા પાયે થતા બ્લડ ડોનેશન કેમ્પ માટે ભાવનગરથી ટીમ બોલાવી પડે છે. જેના કારણે બોટાદ જિલ્લામાં વારંવાર બ્લડને લઈ દર્દી હેરાન થતા હોય છે. જેના કારણે વારંવાર રજૂઆતને લઈ સરકાર દ્વારા બ્લડ બેંકને લઈ સાધનો લાખો રૂપિયાની ગ્રાન્ટ મજૂર કરી મોકલી આપ્યા પણ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં બ્લડ બેંક શરૂ કરવા માટે જગ્યાનો અભાવ હોય બ્લડ બેંક શરૂ થઈ નથી.

ત્યારે સરકારી સોનાવાલા હોસ્પિટલના આર.એમ.ઓ. ને આ બાબતે પૂછતાં તેમણે જણાવેલ કે, જગ્યાના અભાવે બ્લડ બેંક શરૂ થઈ નથી અને સરકારમાં જગ્યા માટે રજૂઆત કરવામાં આવેલ છે. પણ હાલ તો લોકી બ્લડ બેંકની અપૂરતી વ્યવસ્થા હોવાના કારણે લોકો પારાવાર બ્લડ લેવા માટે મુશ્કેલીનો સામનો કરતા હોય છે. અને લોકોની માંગ છે કે વહેલાસર બ્લડ બેંક શરૂ કરવામાં આવે તો મોટી રાહત થઈ શકે.

આ પણ વાંચો - સારા વરસાદને પગલે ઘોઘંબામાં હાથણી માતાનો ધોધ શરૂ થતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - ગજેન્દ્ર ખાચર

Tags :
blood bankblood bank equipmentGovt Sonawala Hospitalornamentornament in Govt Sonawala Hospital
Next Article