Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

 ગોધરામાં બાળકોને અપાતો પૌષ્ટિક આહારનો જથ્થો પશુઓના તબેલામાંથી ઝડપાયો

અહેવાલ- નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાંથી ગુજરાત સરકારના બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત સગર્ભા બહેનો તેમજ આંગણવાડીના બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહાર બનાવવાના લોટનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે.  ગોધરા એલ સી બી પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરાના...
 ગોધરામાં બાળકોને અપાતો પૌષ્ટિક આહારનો જથ્થો પશુઓના તબેલામાંથી ઝડપાયો
અહેવાલ- નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાંથી ગુજરાત સરકારના બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત સગર્ભા બહેનો તેમજ આંગણવાડીના બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહાર બનાવવાના લોટનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે.  ગોધરા એલ સી બી પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાં આવેલ એક તબેલામાં રેડ કરી હતી. તે રેડમાં પૌષ્ટિક આહાર બનાવવાના ફૂડ પેકેટના 134 થેલા મળી આવ્યા હતા.
ફૂડ પેકેટના 134 થેલા ઝડપી લીધા
 એલસીબી પોલીસે જે પૌષ્ટિક આહારમાં આપવામાં આવતા ફૂડ પેકેટના 134 થેલા ઝડપી લીધા છે તેમાંથી માતૃશક્તિ, બાળ શક્તિ અને પૂર્ણાંશક્તિ  ગુજરાત સરકાર ફોર્ટીફાઇડ બ્લેન્ડેડ કમ્પોઝીટ ફૂડ સંકલિત બાળ વિકાસ સેવા યોજનાના અલગ અલગ નંબર વાળા પેકેટો ભરેલો જથ્થો મળી આવ્યો છે. ઝડપી પાડેલ પૌષ્ટિક આહાર ના પેકેટ મેં માસ 2023 ના માર્ક વાળા હોવાનું સામે આવ્યું છે.
1 આરોપી ઝડપાયો 
સમગ્ર મામલે ગોધરા એલઆઈબી પોલીસે 1 આરોપીની અટકાયત કરી  કાર્યવાહી કરી તપાસ નો ધમધમાટ શુરું કર્યો છે. રાજ્ય સરકાર જન જનના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત કાળજી લઈ રહી છે અને સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા માટે સરકાર બાળકો, સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યપ્રદ પોષણયુક્ત આહાર સપ્લીમેન્ટ્રી ફૂડ મળી રહે તે માટે સરકાર સુખાકારી યોજના અમલમાં લાવે છે પરંતુ સરકારે સગર્ભા, ધાત્રી અને બાળકો ને પૌષ્ટિક આહાર મળે તેના માટે સુખાકરી યોજના બનાવીને પેકેટો મોકલે છે તે જ પૌષ્ટિક આહાર ના પેકેટ નો જથ્થો પશુઓના તબેલામાંથી મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે.
પોલીસે તપાસ શરુ કરી
સરકારની આ સુખાકારી યોજના અને આ યોજનાના પૌષ્ટિક આહારના પેકેટ જરૂરિયાત લાભાર્થીઓ જોડે નહિ પરંતુ પશુઓના તબેલામા પહોંચી ગયા છે અને આ પૌષ્ટિક આહારના પેકેટ પશુઓના આહારમાં આપી પશુઓને સશક્ત અને સ્વસ્થ બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ એલસીબી પોલીસે સરકારી યોજનાના પૌષ્ટિક આહાર ના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે અને આ સરકારી પૌષ્ટિક આહાર વાળો લોટના પેકેટ નો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હોવાની તપાસ હાથ ધરી છે, અને સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે આ સરકારી પૌષ્ટિક આહારથી સગર્ભા, ધાત્રી માતાઓ અને બાળકોને સશક્ત કરવાને બદલે તબેલામાં રાખેલા પશુઓને સશક્ત કરવા માટે આટલો મોટો જથ્થો તબેલામાં કેવી રીતે પોહચ્યો અને કોન્ટ્રાકટર કે કોઈ સરકારી અધિકારી ની સંડોવણી છે કે નહી તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.