Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat માટે થરાદ-અમદાવાદ National High Speed Corridor મંજૂર

Gujarat Chief Minister એ  થરાદથી અમદાવાદ સુધીના ૨૧૪ કિ.મી. ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરીડોર માટે રૂ. ૧૦,૫૩૪ કરોડ આર્થિક બાબતોની કેબીનેટ કમીટીએ મંજૂર કરવા બદલ આભાર માન્યો. Gujarat Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં થરાદ-મહેસાણા,...
06:40 PM Aug 03, 2024 IST | Kanu Jani

Gujarat માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે ફાયદાકારક રહેશે.  મળશે.  આ માટે  Gujarat Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે. 

તેમણે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નિતિન ગડકરીજીનો પણ ગુજરાતને આ માતબર રકમ મંજૂર કરવા માટે આભાર દર્શાવ્યો. 

મહત્વપૂર્ણ ક્ષેત્રોને બહેતર કનેક્ટિવિટી

Gujarat Chief Minister એ કહ્યું કે "આ કોરીડોર ફાર્મા, ઈલેક્ટ્રોનીક્સ ક્લસ્ટર્સ અને એસ.ઈ.ઝેડ. સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને બહેતર કનેક્ટિવિટી આપશે. એટલું જ નહિ, માલસામાનના પરીવહન ખર્ચમાં ઘટાડો અને સમયમાં બચત પણ થશે."

સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે

Gujarat ને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભારતમાલા પરિયોજના ફેઝ-૧ અન્વયે અમૃતસરથી જામનગર સુધી સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ હાથ ધરાઈ રહ્યું છે.

આ આર્થિક કોરીડોર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાથી પસાર થઈ રહ્યો છે. તેમ જ અમૃતસર અને મુંબઈ વચ્ચે એક્સપ્રેસ-વે કનેક્ટિવિટી પૂર્ણ કરવા માટે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરીડોરને ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે દ્વારા અમદાવાદ સાથે જોડવાની જરૂરિયાત છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સંદર્ભમાં થરાદ, ડિસા, મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરીડોર માટે મંજૂરી આપીને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે connectivity ની મહત્વપૂર્ણ દીશા ખોલી આપી છે, તેમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે.

આ પણ વાંચો- 'World Breastfeeding Week' -‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’  વિશેષ  

Tags :
ConnectivityGujarat Chief MinisterNational High Speed Corridor
Next Article