ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TAPI : સોનગઢના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાકી ધરાશાયી, એક મજૂરનું ઘટનાસ્થળે કરૂણ મોત

TAPI : તાપીના ( TAPI ) સોનગઢમાંથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોનગઢના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાકી ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધી એક મજૂરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. ઉપરાંત ત્રણ મજૂરોને ગંભીર...
08:43 PM May 14, 2024 IST | Harsh Bhatt

TAPI : તાપીના ( TAPI ) સોનગઢમાંથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોનગઢના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાકી ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધી એક મજૂરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. ઉપરાંત ત્રણ મજૂરોને ગંભીર ઇજાઓ થતાં તેમણે વ્યારા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..

સોનગઢ તાલુકાના ગોલણ ગામે પાણીની ટાંકીનું  નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ પાણીની ટાંકીનું નિર્માણ પાણી પુરવઠાની પૂર્વ સોનગઢ પેકેજ ત્રણ યોજના અંતર્ગત પામી રહ્યું હતું. આ ટાંકી ધરાશાઈ થવાની ઘટના બની હતી. આશરે 18 મીટર ઊંચી બનતી પાણીની ટાકીનો બોટમ સ્લેબ ભરતા સમયે આ ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે. હવે આ ઘટના સામે આવ્યા બાદ કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ કરૂણ ઘટનામાં અનિલભાઈ હાનજીભાઈ ગામીતનું મૃત્યુ થયું છે. ત્યારે આ ત્રણ મજૂરને ગંભીર ઇજા થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્ત મજૂરોના નામ નીચે મુજબ છે :

1- અમિત અનિલભાઈ ગામીત

2- સુનીલ ટકલિયાભાઈ ગામીત.

3- કિશનભાઇ સંદીપભાઈ ગામીત

આ પણ વાંચો : ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બંધ બારણે યોજી બેઠક 

આ પણ વાંચો : Jamnagar : જાણીતી શાળામાં બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે કર્યાં શારીરિક અડપલાં, પછી આપી આ ધમકી

આ પણ વાંચો : IT Raid : સુરતના એશ્વર્યા ગ્રૂપ સહિતના સ્થળો પર 5 દિવસ બાદ તપાસ પૂર્ણ, 400 કરોડના દસ્તાવેજો મળ્યા!

Tags :
constructed underGolan villageGujaratone laborer dieSongarhTapiwater tank collapses
Next Article