ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Tapi : ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિકનું મોત, પરિવાર અને આદિવાસી આગેવાનોનો ચક્કાજામ

પરિજનો અને આદિવાસી આગેવાનોનો બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ કર્યો છે...
08:28 PM Feb 16, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Tapi_gujarat_first
  1. વાલોડનાં બુહારી ગામ પાસે ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત (Tapi)
  2. પાણી-પુરવઠાની લીકેજની રિપેરિંગ કામગીરી દરમિયાન બની દુર્ઘટના
  3. 25 વર્ષીય તેજસ કોંકણીનું મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ
  4. એજન્સી પર બેદરકારીનો આરોપ, બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ

તાપીનાં (Tapi) વાલોડ નજીક મોટી દુર્ઘટના બની છે. પાણી-પુરવઠાની લીકેજની રિપેરિંગ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે. મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિજનો અને આદિવાસી આગેવાનોનો બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ કર્યો છે અને એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકાર કરશે તેવી માગ ઉચ્ચારી છે. પોલીસ, મામલતદાર અને પાણી-પુરવઠાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : 5 વાગ્યા સુધી સરેરાશ 55% વોટિંગ, લલિત વસોયા અને પ્રતાપ દુધાતનાં પ્રહાર!

ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત

માહિતી અનુસાર, તાપી જિલ્લાનાં (Tapi) વાલોડ તાલુકાનાં બુહારી ગામ પાસે પાણી-પુરવઠા દ્વારા લીકેજ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, અચાનક ભેખડ ધસી પડતાં તેની નીચે દબાઈ જતાં ત્યાં કામ કરતો વ્યારા તાલુકાનાં ભોજપૂર ગામનો વતની 25 વર્ષીય તેજસ જગદીશ કોંકણીનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો છે. આશાસ્પદ દીકરો ગુમાવતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે સાથે એજન્સી સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : સાણંદમાં BJP-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, ચોરવાડમાં સૌથી વધુ મતદાન!

1 કલાકથી બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ

માહિતી અનુસાર, મૃતકનાં પરિવારજનો તેમ જ આદિવાસી આગેવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. કામગીરી કરનાર એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકારવામાં આવશે એવી માંગ પણ ઊઠી છે. અંદાજિત 1 કલાકથી બુહારી-વાલોડ માર્ગ (Buhari-Valod Road) બંધ હોવાની સ્થિતિમાં છે અને વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને સમજી પોલીસ તેમ જ મામલતદાર અને પાણી પુરવઠાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે.

આ પણ વાંચો - Rajkot : જેતપુર ચૂંટણીમાં ગોલમાલ! અપક્ષ ઉમેદવારનો આરોપ, પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું મોટું નિવેદન

Tags :
Buhari-Valod RoadGUJARAT FIRST NEWSlaborer died Incident in TapiTapiTapi policeTapi Water Supply DepartmentTop Gujarati NewsValod