Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોધરાના ભામૈયા ગામમાં નળ સે જળ યોજના નિષ્ફળ

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરા શહેરના નજીક આવેલા ભામૈયા ગામના પાંડવા ફળીયામાં નલ સે જલ યોજના અને હેન્ડપમ્પ સુવિધા હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે જેથી અહીંના રહીશોને ખાનગી કુવા માંથી રઝળપાટ કરી પાણી લાવવા મજબુર બન્યા છે.અહીં હજારો...
ગોધરાના ભામૈયા ગામમાં નળ સે જળ યોજના નિષ્ફળ

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

Advertisement

ગોધરા શહેરના નજીક આવેલા ભામૈયા ગામના પાંડવા ફળીયામાં નલ સે જલ યોજના અને હેન્ડપમ્પ સુવિધા હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે જેથી અહીંના રહીશોને ખાનગી કુવા માંથી રઝળપાટ કરી પાણી લાવવા મજબુર બન્યા છે.અહીં હજારો રૂપિયાનો ખર્ચ કરી  નલ સે જલ યોજના બનાવવામાં આવી છે પરંતુ નળમાં એકપણ દિવસ પાણી આવ્યું નથી કેટલાય સરપંચ આવ્યા અને ગયા પણ સ્થિતિ ઠેર જ છે એવું અહીંના રહીશો જણાવી રહ્યા છે.નલ સે જલ માટે કૂવામાં મોટર મુકવામાં આવી છે જે પણ હાલ ઉપયોગ વિહોણી જોવા મળી રહી છે.

Image preview

Advertisement

હાલ ગામના શ્રમજીવી પરિવારો હેન્ડપમ્પ અને નલ સે જલ યોજનાની જરૂરી મરામત કરી પાણી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.જોકે અહીં નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે આપવા માં આવેલા નળ જોડાણો જ કામગીરીની ગુણવત્તાની ગવાહી પુરી રહ્યા છે.

Image preview

Advertisement

સરકારની વિકાસની વાતો વચ્ચે આજે પણ કેટલાય વિસ્તારોના રહીશો ભૂતકાળની જેમ ઊંડા કુવા માંથી પાણી ખેંચી લાવી પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. સરકાર  દ્વારા ભલે  કરોડોના ખર્ચે નલ સે જલ યોજના અમલમાં મૂકી ઘેર ઘેર પાણી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે પરંતુ સરકારના શુભ આશયને સંલગ્ન જવાબદારો જાણે ઘોળી પી ગયા હોય એવું કરવામાં આવતી કામગીરી થકી જોવા મળી રહ્યું છે.નલ સે જલ યોજનામાં ઘર આંગણે આપવામાં આવતા જોડાણોની કામગીરી તદ્દન ગુણવત્તા વગરની અને વેઠ ઉતાર જોવા મળી રહી છે.

Image preview

ગોધરા તાલુકાના ભામૈયા પાંડવા ફળીયાના રહીશો માટે ઉપલબ્ધ બનાવવામાં આવેલી આ યોજના હેઠળની કામગીરી પણ કંઈક એવી જ જોવા મળે છે.અહીં તમામ શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે જેથી વહેલી સવારથી જ તમામ પુરુષો રોજગારી માટે જતા રહે છે જયારે મહિલાઓ અને બાળકો જ ઘરે રહે છે.દરમિયાન મહિલાઓને ઘરમાં જમવા બનાવવા અને પીવા માટે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે અહીં  આવેલા  ખાનગી કુવા સુધી ફરજિયાત લાંબા થવું પડે છે અને કયારેક કતારોમાં પણ ઉભું રહેવું પડે છે.

Image preview

મહિલાઓ જયારે પાણી લેવા માટે કુવા એ જાય ત્યારે બાળકો પણ તેઓ પાછળ જતાં સતત ચિંતા સાથે મહિલાઓ મજબુર બની પાણી લાવી રહી છે.અહીં હેન્ડપમ્પ મુકવામાં આવ્યા છે જે હાલ એકદમ બિસ્માર હાલતમાં છે જેની મરામત કરાવવા કોઈ તસ્દી લેતું નથી એમ અહીંના રહીશો જણાવી રહ્યા છે વળી નલ સે જલ યોજના હેઠળ અહીં આપવામાં આવેલા જોડાણો પણ મકાનોથી દુર દુર આપી માત્ર યોજના પુરી કરી દેવામાં આવી હોય એવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે.

આ પણ  વાંચો- સરકારની ‘નલ સે જલ’ યોજના ગટરમાં, કામ ખુદ જ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું છે, જાણો પૂરી વિગત

Tags :
Advertisement

.