હિંમતનગર ગર્ભપરીક્ષણ વિવાદ પર એક્શનમોડમાં તંત્ર, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ
સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સન કુ કૌશલ્યા કુવરબાની અધ્યક્ષતામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.
બોગસ તબીબો વિરુધ્ધ લાલ આંખ કરી દાખલો બેસે તેવી કામગીરી કરવા જણાવ્યું
રાજસ્થાનના સરહદની નજીક આવેલા સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદે થતા ગર્ભ પરીક્ષણની માહિતીના આધારે રાજસ્થાન પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અવાર નવાર ઓચિંતિ મુલાકાત લઈ જાતિ પરીક્ષણ કરતા તબીબો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા જાતિ પરીક્ષણ કરતા તબીબો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં કેમ ઢીલ દાખવવામાં આવી રહી છે તે અંગે બેઠક દરમિયાન ગંભીર નોંધ લઈ આરોગ્ય વિભાગને બેઠકના ચેરપર્સન કું કૌશલ્યા કુંવરબાએ કડક સૂચના આપી હતી. તેમજ બોગસ તબીબો વિરુધ્ધ લાલ આંખ કરી દાખલો બેસે તેવી કામગીરી કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં તેમજ તાલુકા સ્થળે જાતિ પરીક્ષણ ન થાય તે માટે તકેદારી રાખવા સૂચન કર્યું
જિલ્લામાં ઘટતા જતા જાતિપ્રમાણને ધ્યાને લઈ તે અંગે અસરકારક કામગીરી કરવા જાણાવ્યું હતું. તેમજ જિલ્લામાં તેમજ તાલુકા સ્થળે જાતિ પરીક્ષણ ન થાય તે માટે તકેદારી રાખવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત જાતિ પ્રમાણ વધે અને બેટી બચાવો બેટી પઢાવોને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે જિલ્લામાં નવીન કાર્યક્રમો અંગે સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજ સુતરીયા તેમજ સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય વિભાગ અમલવારી ક્યારે કરશે તેવી ચર્ચાઓએ જોર પકડયું
સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદે થતા ગર્ભ પરીક્ષણની માહિતીના આધારે રાજસ્થાન પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અવાર નવાર ઓચિંતિ મુલાકાત લઈ જાતિ પરીક્ષણ કરતા તબીબો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યારે લોક મુખે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે રાજસ્થાન પોલીસ કાર્યવાહી કરી ગઈ અને હવે સાહેબો એ.સી માંથી બહાર આવી મીટિંગ કરશે અને રાજકીય નેતાઓ મીટીંગ માં આવી અધિકારીને કહેશે પણ સાહેબો પાસે સમય ક્યાં ? જરા આરોગ્ય વિભાગ હવે જાગશે કે કેમ તે જોવું રહ્યું પણ રાજકીય વગ ધરાવતા નેતા ને પણ હવે જ ભાન આવ્યું અને મીટીંગ બોલાવી.
આ પણ વાંચો – હિંમતનગરની યશદીપ ગાયનેક હોસ્પિટલના ડોક્ટર મહેન્દ્ર સોની અને દીપક પટેલ ગર્ભપરીક્ષણ કરતા ઝડપાયા
આ પણ વાંચો – ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ, હરિદ્વારમાં એલર્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ