Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામીના માંડવી ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા

અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ અમદાવાદમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ- મણીનગરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનની વિધિ માંડવી ખાતે કરવામાં આવી હતી સંતો હરિભક્તોએ જનમંગલના પાઠ, ધુન - કીર્તન કર્યા આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ...
કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામીના માંડવી ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા

અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ

Advertisement

અમદાવાદમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ- મણીનગરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનની વિધિ માંડવી ખાતે કરવામાં આવી હતી

સંતો હરિભક્તોએ જનમંગલના પાઠ, ધુન - કીર્તન કર્યા

Advertisement

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે*,સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એવા વિરલ સંત કે જેમણે શ્રીજી સંકલ્પમૂર્તિ જીવનપ્રાણ બાપાશ્રીના મનુષ્ય સ્વરૂપના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બાપાશ્રીના જીવન ઉપર તેમણે 1200 પેજનો શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની રચના કરી હતી. જેના કારણે આજે અનેક મુમુક્ષુઓ જીવનપ્રાણ બાપાશ્રીનો અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જેવો છે તેવો મહિમા સમજી શકે છે. આપણે પણ જીવનમાં એક વખત આ ગ્રંથ વાંચવા વિચારવા જેવો છે.

શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણીનગરની સ્થાપના

Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ. ૧૯૪૮ની અંદર સૌપ્રથમ આફ્રિકા ગયા હતા અને ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ બાપાશ્રીના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસારનો પ્રારંભ કર્યો હતો, ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તો વિદેશમાં જતા થયા છે અને આજે સમગ્ર વિશ્વમાં અનેક મંદિરો સ્થપાયા છે અને સત્સંગી પણ બન્યા છે. ત્યારબાદ સમયના વહનની સાથે શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સિદ્ધાંતો સાચવવા માટે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણીનગરની સ્થાપના કરી.. આજે તે સંસ્થા સામાજિક અને ધાર્મિક અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.

આ પણ વાંચો---ગુજરાતનું ભારતના સ્પેશિયાલીટી કેમિકલ્સમાં 40% યોગદાન આપવાનું લક્ષ્ય

Tags :
Advertisement

.