Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ-ગોંડલ હાઇવે પરથી શંકાસ્પદ 17 લાખનો ગોળ જપ્ત, SOG અને ફૂડ શાખાનું ચેકીંગ

રાજકોટ જિલ્લા માં ભેળસેળયુક્ત ખાધ પદાર્થનો જથ્થાનું વેંચાણ કરવામાં અને બનાવવામાં કેટલાક વેપારીઓ સહેજ પણ અચકાતા નથી. મનપા દ્વારા પણ આ પહેલા ભેળસેળયુક્ત પનીરનો મોટી માત્રામાં પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી SOG અને ફૂડ શાખા દ્વારા...
રાજકોટ ગોંડલ હાઇવે પરથી શંકાસ્પદ 17 લાખનો ગોળ જપ્ત  sog અને ફૂડ શાખાનું ચેકીંગ

રાજકોટ જિલ્લા માં ભેળસેળયુક્ત ખાધ પદાર્થનો જથ્થાનું વેંચાણ કરવામાં અને બનાવવામાં કેટલાક વેપારીઓ સહેજ પણ અચકાતા નથી. મનપા દ્વારા પણ આ પહેલા ભેળસેળયુક્ત પનીરનો મોટી માત્રામાં પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી SOG અને ફૂડ શાખા દ્વારા શંકાસ્પદ ગોળનો મોટી માત્રામાં જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

Advertisement

જાણે ગોળ સાચવવા કરવા માટેનું જ કોલ્ડ સ્ટોરેજ, ૨૫ હજારથી વધુ ડબ્બાનો સંગ્રહ
પાંચ મજલાનું હિમાલય કોલ્ડ સ્ટોરેજ જાણે અન્ય ખાધ ચીજો, જણસો નહીં માત્ર ગોળને સાચવવા સંગ્રહ માટેનું જ કોલ્ડ સ્ટોરેજ સ્થળ હોય તે રીતે પોલીસે ચેકિંગ કરતા અંદર ૨૫ હજારથી વધુ ડબ્બાઓ સ્ટોરેજ (સંગ્રહ) કરાયેલા હતા. જેમાંથી ૧૯૯૭ ડબ્બા શંકાસ્પદ જણાતા સીઝ કરવામાં આવ્યા છે. અન્ય ડબ્બાઓનો જથ્થો કોનો તે પણ તપાસ કરાઈ રહી છે.

અખાધ ગોળનો મોટાભાગે દેશી દારૂ બનાવવા ઉપયોગ
અખાધ ગોળ કે રસીનો દેશી દારૂ બનાવવામાં ઉપયોગ થતો હોય છે અને ગોળ ગળાતો ગળાતો કે બનતા બનતા સાવ હલકી ગુણવત્તાયુકત રહે એવા આવા ગોળને દેશી દારૂના ધંધાર્થીઓ વધુ ખરીદ કરતા હોય છે. વેપારીઓ પણ આવા ગોળનો નાશ કરવાના બદલે બાંધેલા ગ્રાહક જેવા દેશીના ધંધાર્થીઓને અખાધ ગોળનો જથ્થો જરૂરિયાત મુજબ પધરાવી દેતા હોય છે.

Advertisement

અહેવાલ -વિશ્વાસ ભોજાની, ગોંડલ 

આ પણ  વાંચો -દુષ્કર્મ કેસમાં નવો વળાંક,  ફરિયાદ નોંધાવનારી અમદાવાદની યુવતી જ આરોપી

Advertisement

Tags :
Advertisement

.