Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : થાનમાં મગફળી ગોડાઉનમાં આગ લાગી કે લગાવી ? જાણો પાલ આંબલિયાએ શું કહ્યું ?

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા એ આરોપ લગાવી કહ્યું કે, મગફળી ગોડાઉનમાં આગ લાગવી ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે.
surendranagar   થાનમાં મગફળી ગોડાઉનમાં આગ લાગી કે લગાવી   જાણો પાલ આંબલિયાએ શું કહ્યું
Advertisement
  1. Surendranagar જિલ્લાના થાન ખાતે મગફળી ગોડાઉનમાં આગનો મામલો
  2. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાનું નિવેદન, ઉઠાવ્યા સવાલ
  3. મગફળી ગોડાઉનમાં આગ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે : પાલભાઈ
  4. ભ્રષ્ટાચારને છૂપાવવા માટે મળતીયાઓ જ લગાવે છે આગ : પાલ આંબલિયા

સુરન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) થાનમાં ટેકાનાં ભાવે ખરીદેલી મગફળીનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. માહિતી અનુસાર, 50 હજાર કિલોથી વધુ મગફળીમાં વિકરાળ આગ લાગતા મોટી હાનિ થઈ છે. ફાયર વિભાગે બે કલાકની મહામહેનતે માંડ માંડ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી હતી. આ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાનું (Palbhai Ambaliya) નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો - Morbi : વિવાદિત નિવેદન બાદ ભક્તિહરી સ્વામીએ ચારણ સમાજની માફી માગી

Advertisement

Advertisement

ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારનાં મળતીયાઓ જ આગ લગાવે છે : પાલભાઈ

કિસાન કોંગ્રેસ (Congress) ચેરમેન પાલભાઈ આંબલિયા એ આરોપ લગાવી કહ્યું કે, મગફળી ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારનાં મળતીયાઓ જ આગ લગાવે છે. સરકારમાં બેઠેલા ભાજપનાં જ આગેવાનો ભ્રષ્ટાચાર કરે, આગ લગાવે અને તપાસ સમિતિ બનાવીને નિર્દોષ જાહેર કરે છે. FCI નાં ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી અને મગફળી ગોડાઉનમાં જ આગ કેમ લાગે ? સરકારે અગાઉ મગફળી ગોડાઉનમાં (Fire in Groundnut Godown) લાગેલી આગમાં કડક હાથે કામ લીધું હોત તો આજે આગ ન લાગી હોત. ચોર પોતે, ચોકીદાર પોતે, પોલીસ પોતે, જજ પણ પોતે તેવો ઘાટ મગફળી કૌભાંડમાં દર વખતે રચાય છે.

આ પણ વાંચો - Rahul Gandhi in Gujarat : આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

પાલભાઈ આંબલિયા કર્યાં ગંભીર સવાલ

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાને સવાલો કરતા કહ્યું કે, અગાઉ ગોંડલમાં (Gondal) સૉર્ટ સર્કિટથી આગનો રિપોર્ટ એવા ગોડાઉનમાં આવ્યો કે જ્યાં PGVCL નું કનેક્શન જ નહોતું. PGVCL નું કનેક્શન ન હોય ત્યાં વીજળી ક્યાંથી આવી ? સૉર્ટ સર્કિટ કેમ થયું અને આગ કેમ લાગી ? થાન ગોડાઉનમાં (Than Godown) મગફળી કઈ કઈ સહકારી મંડળીની આવી હતી ? એના માલિક ક્યા પક્ષ સાથે જોડાયેલ છે ? ગોડાઉનનાં માલિક કોણ છે ? કયા પક્ષ સાથે જોડાયેલા છે ? ગોડાઉનમાં મગફળી (Surendranagar) આવી ત્યારે તેની ચકાસણી કરનારા કોણ હતા ? બચેલો જથ્થો છે તેની ગુણવત્તા ચકાસણી સરકાર કરશે ? જો સરકાર દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા માંગતી હોય તો તપાસ કમિટી નિમવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે, તપાસ કમિટીમાં બે સત્તાપક્ષના, બે વિરોધપક્ષના, બે નિષ્ણાત નિવૃત અધિકારીઓ, બે ખેડૂત આગેવાનોને રાખવા જોઈએ.

આ પણ વાંચો - PM Modi in Gujarat : આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, વાંચો વિગત

Tags :
Advertisement

.

×