Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar: શું શિક્ષકો શાળાના બાળકોને રાજકીય પક્ષમાં જોડી રહ્યા છે? Viral થઈ Audio Clip

AAPના આગેવાન અને શાળાના આચાર્યની ઓડિયો આવી સામે શાળાના બાળકોને ભાજપના સભ્ય બનાવવા અંગેનો ઓડિયોમાં ઉલ્લેખ BJPના સભ્ય બનાવવા માટે બાળકોને ઘરેથી મોબાઈલ લાવવા કહેવાયું શાળાના આચાર્યના આદેશથી સભ્ય બનાવાયા હોવાનો શિક્ષકનો દાવો Surendranagar: વાલીઓ પોતાના બાળકોને શાળામાં ભણવા...
surendranagar  શું શિક્ષકો શાળાના બાળકોને રાજકીય પક્ષમાં જોડી રહ્યા છે  viral થઈ audio clip
  1. AAPના આગેવાન અને શાળાના આચાર્યની ઓડિયો આવી સામે
  2. શાળાના બાળકોને ભાજપના સભ્ય બનાવવા અંગેનો ઓડિયોમાં ઉલ્લેખ
  3. BJPના સભ્ય બનાવવા માટે બાળકોને ઘરેથી મોબાઈલ લાવવા કહેવાયું
  4. શાળાના આચાર્યના આદેશથી સભ્ય બનાવાયા હોવાનો શિક્ષકનો દાવો

Surendranagar: વાલીઓ પોતાના બાળકોને શાળામાં ભણવા માટે મોકલવામાં આવે છે. પરંતુ શાળામાં બાળકોને કોઈ રાજકીય પક્ષમાં જોડવા માટેની વાત થતી હોય તો? વિગતે વાત કરવામાં આવે તો, Surendranagar જિલ્લાના વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામની સ્કૂલની વિધાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા અંગેની વાતચીતનો ઓડિયો અત્યારે વાયરલ થયો છે. ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત સ્કૂલના વિધાર્થીઓને ઘરેથી મોબાઇલ લઈ આવવા જણાવ્યું હોવાનો વાયરલ ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હોવોનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Surendranagar: તરણેતરના મેળામાં દાદાગીરી કરી રહેલા યુવકને પોલીસે ભણાવ્યો પાઠ

Advertisement

આદમી પાર્ટીના આગેવાન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ

વધુ વિગતે વાત કરવામાં આવે તો, શાળાના આચાર્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ભાજપના સદસ્યતા અભિયાનમાં હવે વિદ્યાર્થીઓને પણ સામેલ કરી ખોટી ખોટી વાહ વાહી ભાજપના સ્થાનિક આગેવાનો મેળવતા હોવાનો પણ ઉલ્લેખ થયો છે. નોંધનીય છે કે, આ મામલે વઢવાણના અણીન્દ્રા ગામની શાળાના વિધાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા અંગેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ શિક્ષક દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

આ પણ વાંચો: સૈયદપુરા વિસ્તારમાં ‘વરીયાવી બજાર ચા રાજા’ ના પંડાલમાં પથ્થરમારા મામલે...

Advertisement

ભાજપના સદસ્ય બનાવવા માટે નહીં પરંતુ...

શાળામાં વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવા માટે નહીં પરંતુ સરકારની જી-શાળા એપ ડાઉનલોડ કરાવવા અને તેની જાણકારી આપવા મોબાઈલ લાવીને આવવા શિક્ષકએ જણાવ્યું છે. આ સાથે શાળામાં કોઈપણ રાજકીય પક્ષને લગતી કોઈપણ પ્રવૃત્તિઓ ક્યારેય કરાવવામાં આવી નથી તેવું પણ જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ શિક્ષકે જણાવ્યું કે, શાળામાં શરૂઆતથી જ વિદ્યાર્થીઓ માટે મોબાઈલનો પ્રતિબંધ છે. જો કે, શાળાના શિક્ષક અને આમ આદમી પાર્ટીના આગેવાન વચ્ચે વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવા મોબાઈલ લાવવા જણાવ્યું હોવાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો

વાયરલ ઓડિયોની ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ પુષ્ટિ કરતું નથી

Tags :
Advertisement

.