Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar: આંખના પલકારે પુલ થયો ધરાશાયી, ચોટીલા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહાણા

ચોટીલા તાલુકાના હબિયાસર ગામ પાસેનો પૂલ થયો ધરાશયી સદનસીબે કોઈ ત્યાંથી પસાર થતું ના હોવાથી મોટી દુર્ઘટના ટળી તંત્ર દ્વારા પૂલ પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી Surendranagar: સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભારે વરસાદને કારણે હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી (Bridge...
surendranagar  આંખના પલકારે પુલ થયો ધરાશાયી  ચોટીલા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહાણા

ચોટીલા તાલુકાના હબિયાસર ગામ પાસેનો પૂલ થયો ધરાશયી

Advertisement

સદનસીબે કોઈ ત્યાંથી પસાર થતું ના હોવાથી મોટી દુર્ઘટના ટળી

તંત્ર દ્વારા પૂલ પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી

Advertisement

Surendranagar: સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભારે વરસાદને કારણે હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી (Bridge Collapsed) થયો હોવાની માહિતી સામે આવી છે. આ પુલ અંદાજે 05 થી વધુ ગામોને જોડતો હતો. પુલ ધરાશાયી થાત આ પાંચ ગામો સંપર્ક વિહાણા થઈ ગયા છે.પુલ ધરાશાયી (Bridge Collapsed) થવાથી આ ગામોના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પુલનો ભાગ ધોવાઈ જતાં ગ્રામજનોને હાલાકી ઊભી થઈ છે, જેના કારણે તેમની રોજિંદી જીવનશૈલી પર અસર થઈ છે.

Advertisement

આ પણ વાંચો: Gondal શહેર અને પંથકમાં 6 ઇંચ વરસાદ; જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો, જુઓ તસવીરો

તંત્ર દ્વારા પૂલ પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી

પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, તંત્ર દ્વારા તરત જ પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવ્યો છે. સદનસીબે, પુલ ધરાશયી (Bridge Collapsed) થતી વખતે ત્યાં કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ તંત્ર અને સ્થાનિક લોકો માટે આ ઘટનાની ગંભીરતા અને જરૂરી સુધારા માટે ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા છે. અત્યારે પુલ ધરાશાયી થવાના કારણે અત્યારે પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે.

આ પણ વાંચો: Rajkot: શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ; લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી, ડેમ થયા ઓવરફ્લો

નોંધનીય છે કે,  રાજકોટમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રામનાથપરા વિસ્તારમાં 25 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. આજી નદીના કાંઠે વસવાટ કરતા લોકોની પણ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા દોરડા વડે લોકોને સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોને ખંભે બેસાડી બહાર કાઢવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, તંત્ર દ્વારા આવશ્યક પગલાં ઉઠાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: AMC દ્વારા જાહેર જનતા માટે સુરક્ષાને લઈને જાહેરાત, ભારે વરસાદને પગલે શહેરવાસીઓને સાવચેત રહેવા સૂચન

Tags :
Advertisement

.