Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સર્વેક્ષણમાં શહેરનો પ્રથમ ક્રમાંક દેખાડવાના પ્રયાસના ભાગરૂપ સફાઈ અભિયાન વેગવંતુ બનાવાયું

ચૂંટણી પૂર્વે શરૂ થયેલી સફાઇ ઝુંબેશ યથાવતચૂંટણી પૂર્વેના સફાઇના આદેશ બાદ હવે તમામ ઝોનમાં ઝુંબેશ કર્મીઓ દ્વારા 54 મેટ્રિક ટન કચરો કઢાયો644 કામદારો, 32 સુપરવાઇઝર અને 52 વાહનો સફાઇમાં કામે લાગ્યાસર્વેક્ષણમાં શહેરનો પ્રથમ ક્રમાંક દેખાડવાના પ્રયાસના ભાગરૂપ સફાઈ અભિયાન વેગવંતુ બનાવાયુંસર્વેક્ષણમાં શહેરનો પ્રથમ ક્રમાંક લાવવા પાલિકાનું સફાઈ વિભાગ ચૂંટણી પહેલા જ કામે લાગ્યું હતું. ચà
સર્વેક્ષણમાં શહેરનો પ્રથમ ક્રમાંક દેખાડવાના પ્રયાસના ભાગરૂપ સફાઈ અભિયાન વેગવંતુ બનાવાયું
  • ચૂંટણી પૂર્વે શરૂ થયેલી સફાઇ ઝુંબેશ યથાવત
  • ચૂંટણી પૂર્વેના સફાઇના આદેશ બાદ હવે તમામ ઝોનમાં ઝુંબેશ 
  • કર્મીઓ દ્વારા 54 મેટ્રિક ટન કચરો કઢાયો
  • 644 કામદારો, 32 સુપરવાઇઝર અને 52 વાહનો સફાઇમાં કામે લાગ્યા
  • સર્વેક્ષણમાં શહેરનો પ્રથમ ક્રમાંક દેખાડવાના પ્રયાસના ભાગરૂપ સફાઈ અભિયાન વેગવંતુ બનાવાયું
સર્વેક્ષણમાં શહેરનો પ્રથમ ક્રમાંક લાવવા પાલિકાનું સફાઈ વિભાગ ચૂંટણી પહેલા જ કામે લાગ્યું હતું. ચૂંટણી પહેલાં કરાયેલા સફાઇના આદેશ બાદ સફાઇ વિભાગે કામગીરીમાં ઝડપ વધારી છે. મનપાના સફાઇ વિભાગ દ્વારા એક દિવસમાં 54 મેટ્રિક ટન કચરો કાઢી કામ બતાવાયુ હતું. સર્વેક્ષણમાં શહેરનો પ્રથમ ક્રમાંક દેખાડવાના પ્રયાસના ભાગરૂપ પાલિકાનું સફાઈ વિભાગ સફાઈ અભિયાન વેગવંતુ બનાવવા પાછળ લાગી ગયું છે.
પોસ્ટ વિસ્તારોને બાદબાકી કરીને અન્ય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. કન્ટેઇનરો હટાવતા કચરાના ઢગ ઠેર ઠેર જોવા મળતા હોય છે. જો કે ભૂતકાળમાં સફાઇ અંગે રહેતી બેદરકારીને પગલે સ્વચ્છતા સર્વેક્ષણમાં માર્કસ કપાઇ જતા આ વખતે મનપા સત્તાધીશો કોઈ કચાશ બાકી ન રહે તે માટે ચૂંટણી પહેલાથી જ સફાઈ કામમાં લાગી ગયા છે. સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાને રાખી સ્વચ્છતા અને સફાઈ કરવા ચૂંટણી પહેલાં જ પાલિકા કમિશનરે ઝોનલ અધિકારીઓને સફાઇ અંગે તાકીદ કરી છે. મનપા કમિશનર ના આદેશ બાદ તમામ ઝોનમાં સફાઇ અભિયાન હાથ ધરવાનું શરૂ કરાયું છે. સફાઈ અભિયાન માટે પાલિકા દ્વારા ટીમો બનાવાઈ છે. જેમાં 644 સફાઇ કામદારો, 32 સુપરવાઇઝર, 52 વાહનોની ટીમ દ્વારા શનિવારે તમામ ઝોનમાં સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી અને 54 મેટ્રિક ટન કચરો કાઢી સફાઈ કરાય છે.
ખાસ વાત એ છે કે, આગામી પંદર દિવસ દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ સુરત આવી રહી છે. જે તમામ વિસ્તારોમાં સ્પોટ વિઝિટ કરશે ત્યારે સફાઇ અભિયાન સહિતના સર્વેક્ષણ અંગેના ક્રાઇટેરિયા અંગે સૂચના આપતા આરોગ્ય તંત્રએ પણ કામગીરી વેગવંતી બનાવી છે. સુરત ના અનેક વિસ્તારોમાં પડેલાં કચરાના ઠગલા-છારું દૂર કરવા આદેશ આપતાં જ હજાર ટન કચરો સાફ કરાયો સાથે સફાઈ અભિયાન યથાવત રાખવા મનપા કમિશનર સાલિની અગ્રવાલ દ્વારા તાકીદ કરાઈ છે. ચૂંટણી બાદ સુરતમાં આવનારી સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ દ્વારા સ્વચ્છ સુરત સુંદર સુરત અંગે માર્કસ આપશે કે કપાશે એ મૂંઝવણમાં સફાઈ કામગીરી તેજ જોવા મળી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.