Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ઓઇલ ચોરને સુરતથી ઝડપી રાજસ્થાન પોલીસને સોંપ્યો

રાજસ્થાનના આબુરોડના કીવરલી ગામ પાસેથી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી કરવા રાજસ્થાન પોલીસને સોંપી દીધા છે.રાજસ્થાન હોય કે સુરત દરેક જગ્યાએ અત્યારે ક્રાઇમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ સુરત અને રાજસ્થાનમાં ચોરીના કોઈને કોઈ કનેક્શન દર મહિને બહàª
સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ઓઇલ ચોરને સુરતથી ઝડપી રાજસ્થાન પોલીસને સોંપ્યો
Advertisement
રાજસ્થાનના આબુરોડના કીવરલી ગામ પાસેથી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી કરવા રાજસ્થાન પોલીસને સોંપી દીધા છે.
રાજસ્થાન હોય કે સુરત દરેક જગ્યાએ અત્યારે ક્રાઇમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ સુરત અને રાજસ્થાનમાં ચોરીના કોઈને કોઈ કનેક્શન દર મહિને બહાર આવે છે. સુરતમાં પણ દરેક ઝોનમાં ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાઇ રહી છે. ચોર ઈસમો હવે તો પેટ્રોકેમિકલને પણ નથી છોડતા, પોલીસના જણાવ્યા અનુસાર રાજસ્થાન ખાતેના કિવરલી ગામેથી મુન્દ્રા પાનીપતની ક્રૂડ ઓઇલની પાઇપ લાઈન નાખવામાં આવી છે. આ પાઇપ લાઈનમાં અચાનક લીકેજ થઈ ગયું હોવાનું કંપનીના ધ્યાને આવ્યું હતું. જેને ધ્યાને રાખી કંપની દ્વારા તાત્કાલિક ક્રૂડ ઓઇલની સપ્લાય બંધ કરવામાં આવી હતી, ત્યારબાદ કંપનીના કર્મચારીઓ દ્વારા કિવરલી ગામ ખાતે તપાસનો દોર શરૂ કરાયો હતો, તપાસ દરમિયાન કંપનીના કર્મચારીઓની નજર પાઇપ લાઈન પર લગાવવામાં આવેલા વાલ્વ પર પડી હતી. જેથી કર્મચારીઓને પાઇપ લાઈનમાંથી ક્રૂડ ઓઇલ ચોરી થતી હોવાનું સમજાયું હતું. ચોરી થતી હોવાની જાણ થતાં કર્મચારીઓએ આબુરોડ ખાતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ કરતા સોલંકી એનુલહક મૂર્તઝા, આરીફ બાબુ સોલંકી અને લાલજી આમ ત્રણ ઈસમો દ્વારા ચોરી કરવામા આવતી હોવાનું પોલીસે પકડી પાડ્યું હતું, જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આસપાસના રાજ્યમાં માહિતી મોકલી આપી હતી.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા. જે તે વખતે બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુરોડ પરથી પસાર થતી કચ્છ જિલ્લાના મુદ્રાથી પાણીપત સુધી ઓઇલ પહોંચાડવા માટે ઇન્ડિયન ઓઇલ કોપોરેશનની ક્રૂડ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરવાના ગુનામાં રાજસ્થાન પોલીસનો વોન્ટેડ આરોપી એનુલ હક મૂર્તુજા સોલંકી સુરતમાં ચોરી છૂપીથી રહેતો હોવાની પોલીસને જાણ થઈ હતી, માહિતીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપી એનુલ હક મુર્તુજાભાઇ સોલંકીને ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં એનુલ સોલંકીએ કબુલાત કરી હતી કે, તેના ફોઇના દીકરા આરીફ બાબુ સોલંકી અને લાલજી સાથે ભેગા મળી રાજસ્થાન આબુરોડના કીવરલી ગામ પાસેથી પસાર થતી આઇઓસીની મુન્દ્રા પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી તેમાં વાલ્વ ફીટ કરી ઓઇલ ચોરી કરતા હતા, તે વખતે લીકેજ થતા આઇઓસીના અધિકારીઓએ ઓઇલ ચોરી અંગેની ફરિયાદ આબુરોડ પોલીસ મથકે નોંધાવી હતી અને તે ફરિયાદ નોંધાયા બાદ તે પોલીસ ધરપકડથી બચવા માટે તે સુરત ભાગી આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપી એનુલ હક સોલંકીનો કબ્જો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×