Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેશનલ એચિવમેન્ટ સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડાઓ, જાણો શું છે સુરતની સ્થિતિ

સમગ્ર દેશની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની ગુણવત્તા ચકાસવા માટે નેશનલ એચિવમેન્ટ સર્વે (National Achievement Survey) કરવામાં આવ્યો હતો આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા હતા. સામાન્ય રીતે બાળક અભ્યાસ કરવા માટે જતું હોય છે ત્યારે દરેક માતા-પિતા તેમના બાળકો ભણી ગણી અને આગળ વધે તેમનું જીવન સુખમય રીતે પસાર થાય એવી ઈચ્છા રાખતા હોય છે, પરંતુ ખરેખર એવું થતું નથી.બાળકોને જ્યારે આપણે અભ્યાસમાં
નેશનલ એચિવમેન્ટ સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડાઓ  જાણો શું છે સુરતની સ્થિતિ
સમગ્ર દેશની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની ગુણવત્તા ચકાસવા માટે નેશનલ એચિવમેન્ટ સર્વે (National Achievement Survey) કરવામાં આવ્યો હતો આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા હતા. સામાન્ય રીતે બાળક અભ્યાસ કરવા માટે જતું હોય છે ત્યારે દરેક માતા-પિતા તેમના બાળકો ભણી ગણી અને આગળ વધે તેમનું જીવન સુખમય રીતે પસાર થાય એવી ઈચ્છા રાખતા હોય છે, પરંતુ ખરેખર એવું થતું નથી.
બાળકોને જ્યારે આપણે અભ્યાસમાં મૂકીએ છીએ ત્યારે ઘરના વાતાવરણથી વિપરીત માધ્યમમાં બાળકને ભણાવવાનો આગ્રહ રાખીએ છીએ. આ જ કારણ છે કદાચ બાળક અન્ય બાળકોની સરખામણીએ પાછળ પડી જાય છે. સરકાર પણ નવી શિક્ષણનીતિ લઈને આવી રહી છે ત્યારે તેમાં પણ બાળકોનો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થાય તેવો આગ્રહ રાખી રહી છે.
નેશનલ એચીએન્ટ સર્વે
નેશનલ એચીએન્ટ સર્વે દ્વારા દેશભરની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ચકાસવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે સુરત શહેરમાં પણ કરવામાં આવ્યો હતો. સુરત શહેરની 224 શાળાના 6,084 વિદ્યાર્થીઓ આ સર્વેમાં આવરી લેવાયા હતા. આ સર્વેમાં વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓને સૌથી વધુ માર્ગ ભાષાના વિષયમાં મળ્યા હતા જ્યારે ગણિત અને વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન નબળું જોવા મળ્યું હતું તો આવો ગ્રાફિક દ્વારા સમજીએ કે વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે
વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની સ્થિતિ
વિષય                         ગુણાંક
ભાષા                            61%
ગણિત                          44%
વિજ્ઞાન                          38%
ઈવીએસ                       59%
મોર્ડન ઇન્ડિયન લેન્ગવેજ  46%
સોશ્યલ સાયન્સ             39%
અંગ્રેજી                         45%
ચકાસણી
જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ભાષાના વિષયમાં ધોરણ ત્રણના 72% વિદ્યાર્થીઓ સમજણ સાથે નાના લખાણો લખી શકે છે કે નહીં એ અંગે પૂછવામાં આવ્યું હતું આ ઉપરાંત ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓ વર્ગખંડની દિવાલો ઉપર લખેલી કવિતા પોસ્ટરો વાંચી શકે છે કે કેમ આ ઉપરાંત ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ ઘટના અંગે સમજણ સાથે વાંચી શકે છે ધોરણ આઠ ના 57% વિદ્યાર્થીઓ વિગતો પાત્રો મુખ્ય વિચાર ઘટનાઓ ક્રમ પ્રમાણે ઓળખી બતાવે છે કે નહીં એ અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિતમાં 1000 કરતાં મોટી સંખ્યા વાંચી અને લખી ગણતરી કરી શકે છે કે કેમ એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો
વિદ્યાર્થિનીઓએ સર્વેમાં મારી બાજી
ધોરણ.      વિષય.    વિદ્યાર્થી.   વિદ્યાર્થીની
3.            ભાષા.      69%.      71%
5.            ભાષા.      55%.      59%
8.            ભાષા.      55%.      60%
3.           ગણિત.     65%.      65%
5.           ગણિત.     45%.      47%
8.           ગણિત.     33%.      34%
10.         ગણિત.     30%.      28%
સર્વે વર્ષ 2021 માં થયો હતો
નેશનલ એજ્યુમેન્ટ સર્વે દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વે વર્ષ 2021 માં થયો હતો વર્ષ 2021 પ્રમાણે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ ખરેખર ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં નબળા છે આ અંગે અમારી અન્ય એક શિક્ષણ વિધે સાથે ચર્ચા થઈ તો તેમણે પણ વિષયોને પ્રેક્ટીકલ રીતે ભણાવવાનો વિચાર રજૂ કર્યો
થિયરી સાથે પ્રેક્ટિકલ શિક્ષણ પણ જરૂરી
શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે જ આવતા હોય છે પરંતુ ક્યાંક શિક્ષકો તેમને માત્ર થીયરી ભણાવતા હોવાથી વિદ્યાર્થીઓને જરૂરી જ્ઞાન મળી નથી શકતું એના કારણે પણ કદાચ ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયમાં પાછળ રહી જતા હોય. શાળામાં વિદ્યાર્થીઓ જેમ જેમ ઊંચા ધોરણમાં આવતા જાય તેમ તેમ તેમ તેમ તેમ તેમ તેમને જો થિયરીની સાથે પ્રેક્ટીકલ નોલેજ પણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ સુધરશે.
નેશનલ અચિવમેન્ટ સર્વે
વિદ્યાર્થીઓનું ગણિતમાં પ્રદર્શન
  • 24% નબળું
  • 49% સામાન્ય
  • 22% પ્રભાવશાળી
  • 6%  ઉચ્ચકક્ષા
વિદ્યાર્થીઓનું વિજ્ઞાનમાં પ્રદર્શન
  • 52% નબળું 
  • 31% સામાન્ય 
  • 13% પ્રભાવશાળી 
  • 3% ઉચ્ચ
વિદ્યાર્થીઓનું અંગ્રેજીમાં પ્રદર્શન
  • 15% નબળું 
  • 15% સામાન્ય
  • 55% પ્રભાવશાળી
શિક્ષણવિદોનો મત
જેટલા પણ શિક્ષણ વિદો સાથે આ સર્વે અંગે ચર્ચા કરવામાં આવી ત્યારે આ સર્વેમાં જે હકીકતો છે એને તમામ શિક્ષણ વિધેય સ્વીકારી સૌથી મોટી વાત સામે નીકળીને એ જ આવી કે કેન્દ્ર સરકાર દ્વારા જે નવી શિક્ષણનીતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ શિક્ષણનીતિ ખરેખર કારગર છે અને એમાં વિદ્યાર્થીઓની સ્કેલના આધારે તેમને ભણતર આપવામાં આવશે જો સરકાર આ શિક્ષણનીતિને તાત્કાલિક અમલ કરે તો કદાચ આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી શકે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવું હોય તો કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિનો અમલ અથવા તો પછી વિદ્યાર્થીઓને થિયરીની સાથે પ્રેક્ટીકલ ભણતર પણ જરૂરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.