Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતની સિવિલ હોસ્પિટલમાં વિસેરા સેમ્પલના થયા ઢગલાં

વિસેરાના સેમ્પલના ઢગલા લાગ્યા!નવી સિવિલના પોસ્ટમોટર્મ રૂમમાં ઢગલા પોલીસ સેમ્પલ નહીં લઈ જતા થયા ઢગલાસુરત પોલીસ કમિશનરને જાણ કરાઈવર્ષ 2021 અને 2022ના 78 જેટલા વિસેરાના સેમ્પલ પડ્યાં છેસૌથી વધુ 24 સેમ્પલ ખટોદરા પોલીસ મથકના છેપાંડેસરા 9, અડાજણ અને કોસંબાના 5-5 સેમ્પલ પડ્યા છે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોટર્મ દરમિયાન મૃતકના શરીરમાંથી લેવાતા વિસેરાના સેમ્પલના ઢગલા સુરત (Surat)ની નવી સિવ
સુરતની સિવિલ હોસ્પિટલમાં વિસેરા સેમ્પલના થયા ઢગલાં
Advertisement
  • વિસેરાના સેમ્પલના ઢગલા લાગ્યા!
  • નવી સિવિલના પોસ્ટમોટર્મ રૂમમાં ઢગલા 
  • પોલીસ સેમ્પલ નહીં લઈ જતા થયા ઢગલા
  • સુરત પોલીસ કમિશનરને જાણ કરાઈ
  • વર્ષ 2021 અને 2022ના 78 જેટલા વિસેરાના સેમ્પલ પડ્યાં છે
  • સૌથી વધુ 24 સેમ્પલ ખટોદરા પોલીસ મથકના છે
  • પાંડેસરા 9, અડાજણ અને કોસંબાના 5-5 સેમ્પલ પડ્યા છે 
મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોટર્મ દરમિયાન મૃતકના શરીરમાંથી લેવાતા વિસેરાના સેમ્પલના ઢગલા સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના પીએમ રૂમમાં લાગ્યા છે. સંબંધિત પોલીસ મથકના અધિકારીઓ વિસેરાના સેમ્પલ સમયસર લઈ જતા નહીં હોવાથી આ પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. જેને પગલે આ મામલે સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી છે.
બે વર્ષના 78 સેમ્પલ પડ્યા છે
સિવિલ હોસ્પિટલના પોસ્ટમોટર્મ રૂમમાં વર્ષ 2021 અને 2022ના 78 જેટલા વિસેરાના સેમ્પલ પડ્યાં છે. જેમાં સૌથી વધુ 24 સેમ્પલ ખટોદરા પોલીસ મથકના છે. જ્યારે પાંડેસરાના 9, અડાજણ અને કોસંબાના 5-5 તેમજ વાપી ટાઉન, સચિન પીએચસી, સાપુતારા, ડુમસ, ચિખલી, માંડવી, સચિન જીઆઈડીસીના પણ વિસેરાના સેમ્પલ સિવિલના પીએમ રૂમમાં પડ્યાં છે. 
મૃત્યુંનું કારણ જાણવા લેવાય છે વિસેરા
મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોટર્સ દરમિયાન મેડિકલ ઓફિસર દ્વારા વિસેરાના સેમ્પલ લેવાય છે. આ સેમ્પલ રાસાયણિક પૃથક્કરણ માટે એફએસએલ લેબોરેટરીમાં મોકલવાના હોય છે. જે લઈ જવાની જવાબદારી જે તે પોલીસ મથકના પોલીસ અધિકારીઓની હોય છે. પરંતુ લાંબા સમયથી કેટલાક પોલીસ મથકોમાંથી આ સેમ્પલ લઈ જવામાં આવતા નથી. જેને લીધે વિસેરાના સેમ્પલની ઢગલાબંધ બોટલ સિવિલના પીએમ રૂમમાં એકત્ર થઇ રહી છે.
પોલીસ કમિશનરને કરાઇ જાણ
સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ઓફિસરોને સુચના આપવામાં આવી છે કે, પોલીસ કોઝ ઓફ ડેથ લેવા આવે ત્યારે સૌ પ્રથમ તેમને વિસેરાના સેમ્પલ લઈ જવા માટે આગ્રહ કરવાનો રહેશે. પોલીસકર્મીઓને કોઝ ઓફ ડેથ આપવા સાથે વિશેરાના સેમ્પલ અચૂક લઈ જવા માટે કહેવાનું રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×