Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓલપાડના 45 ગામોમાં પુરુષ કરતા મહિલાઓનું મતદાન વધ્યું, હાર-જીતની ગણતરી ખોટી પાડી શકે

ઓલપાડના ૪૫ ગામોમાં પુરુષ કરતા મહિલાઓનું મતદાન વધ્યું૪૯ મતદાન મથકો પર પુરુષ કરતા મહિલાઓનું મતદાન વધારેગૃહિણીઓનો ઝોક નિર્ણાયક પુરવાર થશે?પુરુષ અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં માત્ર ૨.૩૨ ટકા ફેરમહિલાઓનું ખોબલે ખોબલે મતદાન હાર-જીતની ગણતરી ખોટી પાડી શકેઓલપાડ વિધાનસભાની ચૂંટણીમાં જયાં ત્રિપાંખીયો જંગ ખેલાયો છે, તે બેઠક પર ઓલપાડના કાંઠા વિસ્તાર સહિતના 45 ગામો મળીને કુલ 49 બુથો પર àª
ઓલપાડના 45 ગામોમાં પુરુષ કરતા મહિલાઓનું મતદાન વધ્યું  હાર જીતની ગણતરી ખોટી પાડી શકે
  • ઓલપાડના ૪૫ ગામોમાં પુરુષ કરતા મહિલાઓનું મતદાન વધ્યું
  • ૪૯ મતદાન મથકો પર પુરુષ કરતા મહિલાઓનું મતદાન વધારે
  • ગૃહિણીઓનો ઝોક નિર્ણાયક પુરવાર થશે?
  • પુરુષ અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં માત્ર ૨.૩૨ ટકા ફેર
  • મહિલાઓનું ખોબલે ખોબલે મતદાન હાર-જીતની ગણતરી ખોટી પાડી શકે
ઓલપાડ વિધાનસભાની ચૂંટણીમાં જયાં ત્રિપાંખીયો જંગ ખેલાયો છે, તે બેઠક પર ઓલપાડના કાંઠા વિસ્તાર સહિતના 45 ગામો મળીને કુલ 49 બુથો પર પુરુષ કરતા સ્ત્રી મતદારોની સંખ્યા વધુ નોંધાઇ છે. મહિલાઓમાં જાગૃતિરુપ ખોબે ખોબે પડેલા મતોનો ઝોક નિર્ણાયક સાબિત થશે. તેમજ રાજકીય પંડિતોની હાર જીતની ગણતરીઓ પણ ખોટી પાડે તેમ છે. 
ઓલપાડ વિધાનસભા બેઠકમાં કાંઠા વિસ્તારનું છેલ્લુ ગામ ડભારીથી લઇને છેક મોટા વરાછા સુધીનો વિસ્તાર આવે છે અને કુલ ૩૦ કિલોમીટર એરિયા થાય છે. આ ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો ખરાખરીનો જંગ ખેલાયો છે. અને કોણ જીતશે અને કોણ હારશે? કોના મત કયા પક્ષ તરફ વળશે તેની સૌ ગણતરીઓ માંડી રહ્યા છે. પરંતુ આ ગણતરીઓ સ્ત્રી મતદારો ખોટી પાડે તે રીતે ગામે ગામ મતદાન કર્યુ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર મતદાનના આંકડા મુજબ ઓલપાડ વિધાનસભામાં કુલ ૪.૫૫ લાખ મતદારોમાંથી ૨.૯૪ લાખ મતદારોએ મતદાન કરતા ૬૪.૬૫ ટકા મતદાન થયુ છે. કુલ ૨,૪૧,૫૦૮ પુરુષ મતદારો પૈકી ૧,૫૮,૭૭૦એ મતદાન કરતા ૬૫.૭૪ ટકા થયુ છે. જયારે કુલ ૨,૧૪,૦૨૮ સ્ત્રી મતદારો પૈકી ૧,૩૫,૭૫૩ મતદાન થતા ટકાવારી ૬૩.૪૨ ટકા છે. પુરુષ-સ્ત્રી મતદાનની ટકાવારીમાં ૨.૩૨ ટકાનો જ ફેર છે. પુરુષો કરતા ૨૩,૦૧૭ મહિલાઓએ ઓછું મતદાન કર્યું છે.
આ ફરક સામે ઓલપાડના કાંઠા વિસ્તારના દાંડી, લવાછા, દેલાસા, ભાંડુત, પીંજરત સહિતના ઓલપાડના ૪૫ ગામોમાં પુરુષ કરતા સ્ત્રી મતદારોએ વધુ મતદાન કર્યું છે. સાથે જ શહેરી વિસ્તારના ચાર મતદાન મથકો મોટાવરાછા, ઉત્રાણ, છાપરાભાઠા અને કોસાડના બુથ પર પણ પુરુષ કરતા સ્ત્રી મતદારોની સંખ્યા વધુ છે. જો પુરુષ મતદારની ટકાવારી સામે સ્ત્રી મતદારોની ટકાવારી જોઇએ તો અનેક બુથો પર સ્ત્રી મતદારોએ વધુ મતદાન કર્યુ છે. આ મહિલા મતદારોનો ઝોક કોના તરફ રહ્યો તે અકળ છે. પણ આ ઝોક હાર-જીતની ગણતરી ખોટી પાડી શકે છે.
ઓલપાડ બેઠક પર ત્રણ ગામોમાં તો સ્ત્રી- પુરુષ મતદારોના મતદાનની સંખ્યા એકસરખી
સુરત શહેરની ઓલપાડ બેઠક પર બુથ દીઠ જે આંકડાઓ મળ્યા છે. તેમાં ઓલપાડ બેઠકના ત્રણ મતદાન મથકો છાપરાભાઠાના પાંચ નંબરના બુથ પર સ્ત્રી પુરુષ મતદારોની સંખ્યા સરખેસરખી ૪૦૬ છે. એજ રીતે ઉમરા-૧ બુથ પર ૩૪૦-૩૪૦ સ્ત્રી-પુરુષ અને ઓલપાડ 9માં પણ 311-311 સ્ત્રી પુરુષ મતદારો નોંધાયા છે.
ત્રણ ‘દ’ દૂધ, દરિયો, દારુ પર નભતી કાંઠા વિસ્તારની મહિલાઓએ વધુ મતદાન કરીને રોષ પ્રગટ કર્યો?
આજની તારીખે કાંઠા વિસ્તારમાં વિધવા બહેનોની સંખ્યા ઘણી વધુ છે. અને આ ગામોમાં દારૂ એક મોટું દુષણ છે. આથી આ ગામોની મહિલાઓએ પુરુષ કરતા વધુ મતદાન કરીને શું મેસેજ આપ્યો છે તે તો આવનાર મતગણતરીના દિવસે જ ખબર પડશે.
સરોલી મતદાન મથક પર પુરુષ કરતા ૮૬ મહિલાઓએ વધુ મતદાન કર્યુ
ઓલપાડ વિધાનસભાની ચૂંટણીમાં જે ૪૯ બુથો પર વધુ મતદાન થયુ છે. તેમાં મોટાભાગના મતદાન મથકો પર પુરુષ કરતા સ્ત્રી મતદારોની સંખ્યા ૧૦ થી ૨૦ ટકા  વધારો હોય છે. પરંતુ સરોલી ગામના બુથ પર ૨૮૫ પુરુષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા ૩૭૧ છે. આમ પુરુષ કરતા ૮૬ સ્ત્રી મતદારોએ વધુ મતદાન કર્યુ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.