હરમિત દેસાઈની આગેવાનીમાં ટેબલ ટેનિસમાં 7 વર્ષ બાદ ગુજરાતે ગોલ્ડ જીત્યો
રાજ્યમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) અંતર્ગત સુરત ખાતે ચાલી રહેલી મેન્સ ટેબલ ટેનિસની (Table Tennis) ટૂર્નામેન્ટમાં ગુજરાતે 7 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે. દિલ્હી (Delhi) અને ગુજરાત (Gujarat) વચ્ચે આજે સાંજે ટેબલ ટેનિસની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમ વિજેતા થઈ છે. હરમીત દેસાઈની લીડપ શીપમાં સાત વર્ષ બાદ ગુજરાત ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષ 2015ની નેશનલ ગેમ્સમાં ગુજરાત ટીમે સિલ્વર સુધી સીમિàª
Advertisement
રાજ્યમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) અંતર્ગત સુરત ખાતે ચાલી રહેલી મેન્સ ટેબલ ટેનિસની (Table Tennis) ટૂર્નામેન્ટમાં ગુજરાતે 7 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે. દિલ્હી (Delhi) અને ગુજરાત (Gujarat) વચ્ચે આજે સાંજે ટેબલ ટેનિસની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમ વિજેતા થઈ છે. હરમીત દેસાઈની લીડપ શીપમાં સાત વર્ષ બાદ ગુજરાત ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષ 2015ની નેશનલ ગેમ્સમાં ગુજરાત ટીમે સિલ્વર સુધી સીમિત રહી હતી જે આ વખતે ગોલ્ડમાં પરિવર્તિત થઈ છે. ગુજરાતની ટીમ હરમીત દેસાઈની (Harmeet Desai) આગેવાનીમાં માનુષ શાહ (Manush Shah) અને માનવ ઠક્કરે (Manav Thakker) રમી રહ્યાં છે.
ટેબલ ટેનિસ (Table Tennis) ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળ (West Bengal) સામે ગુજરાતે 3-0 થી વિજય મેળવ્યો હતો. પશ્ચિમ બંગાળને હરાવીને ગુજરાતનો ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત અને દિલ્હી વચ્ચેની પ્રથમ મેચમાં ગુજરાતના માનવ ઠક્કરે દિલ્હીના સુધાંશુ ગ્રોવરને 3-0થી હરાવ્યો. બીજી મેચમાં હરમીત દેસાઈએ શાનદાર ગેમ રમી દિલ્હીના પાયસ જૈનને 3-0 થી હરાવ્યો. ફાઇનલ ગેમમાં ગુજરાતની (Gujarat) 2-0ની લીડથી ચાલી રહી હતી. ત્રીજી ગેમમાં ગુજરાતનો માનુષ શાહ અને દિલ્હીનો યશાંસ મલિકને હાર આપી, દિલ્હીની ટીમનને ક્વિનસ્વિપ આપી હતી.
મહિલા ટેબલ ટેનિસમાં પશ્ચિમ બંગાળ વિજેતા
સુરતમાં ચાલી રહેલી મહિલા ટેબલ ટેનિસમાં (Women's Table Tennis) પશ્ચિમ બંગાળની ટીમ વિજેતા થઈ છે. મહારાષ્ટ્ર (Maharashtra) અને પશ્ચિમ બંગાળ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં પશ્ચિમ બંગાળે મહારાષ્ટ્રને 3-2 થી હરાવી ગોલ્ડ પર કબ્જે કર્યો હતો અને મહારાષ્ટ્રની ટીમે સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.