Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં આજથી શ્રમયોગીઓને 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે

સુરતમાં આજથી અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભશિક્ષણમંત્રી પ્રકલભાઈ પાનશેરીયાના હસ્તે શ્રમિક અન્નપર્ણા યોજનાનો પ્રારંભ કરાશે5 રૂપિયામાં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળશે શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આયોજનસુરતના રામનગર કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રો ઊભા કરાયાબાંધકામ શ્રમિકોને ઈ- નિર્માણ કાર્ડ મારફતે પોતાના
સુરતમાં આજથી  શ્રમયોગીઓને 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે
  • સુરતમાં આજથી અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ
  • શિક્ષણમંત્રી પ્રકલભાઈ પાનશેરીયાના હસ્તે શ્રમિક અન્નપર્ણા યોજનાનો પ્રારંભ કરાશે
  • 5 રૂપિયામાં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળશે 
  • શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આયોજન
  • સુરતના રામનગર કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રો ઊભા કરાયા
  • બાંધકામ શ્રમિકોને ઈ- નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળશે. 
  • જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઇ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી 
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા સુરત (Surat)માં શ્રમિક અન્નપૂર્ણા યોજના (Annapurna Yojana)નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. અડાજણના રામ નગર ઝૂલેલાલ મંદિરની સામે અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાયો. જેમાં ગરીબોને માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે.. 
શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે પ્રારંભ
શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ સુરતના જુલેલાલ મંદિર સામે રામનગર ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત શ્રમિકોને પાંચ રૂપિયામાં ગુણવત્તા યુક્ત પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા એ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં આ યોજના બંધ થઈ હતી પરંતુ હવે ફરીથી સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના નો સુભરાંભ કરાયો છે.

શ્રમિકો એ સરકારનો આભાર વ્યક્ત કર્યો
શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સાથે સાથે સુરત ના રામનગર ખાતે ઇ શ્રમ કાર્ડ નોંધણી કેમ્પ અને ધનવંતરી રથ દ્વારા શ્રમિકો ના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી. સુરતના 9 ઝોનમાં કુલ 18 સ્થળે આ યોજના શરૂ થવાને લઈ શ્રમિકો એ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહાનુભાવોએ સુખડીનો સ્વાદ પણ માણ્યો
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, ગરીબોને જે ભોજન આપવામાં આવ્યું હતું તે ભોજનમાંથી સુખડીનો સ્વાદ પણ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા અને સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ માણ્યો હતો. 
2017માં શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના શરૂ
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 2017માં 18 જુલાઈ ના રોજ શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી, ગુજરાતમાં રહેતા અને બાંધકામ માં મજૂરી કરતા શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. જો કે કોરોનાને પગલે લૉકડાઉન થતા શ્રમિક અન્નપૂર્ણા યોજન બંધ કરવામાં આવી હતી,જેને કારણે હજારો લાખો શ્રમિકો ને પેટ ભરવા માટે ફાંફાં મારવાં પડ્યા હતા. યોજના શરૂ થઈ ત્યારે સુરતના 6 ઝોનમાં આવેલા કડિયાનાકા પર તેનાં કેબિનો ખોલવામાં આવ્યાં હતાં.
પાંચ રૂપિયામાં સારી ગુણવત્તા યુક્ત અને પૌષ્ટિક ભોજન
કોરોના પછી સુરત ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો, સુરતના રામનગર ખાતે આવેલા જુલેલાલ મંદિર સામે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે આ યોજના શરૂ કરવામાં આવી હતી,.આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં સારી ગુણવત્તા યુક્ત અને પૌષ્ટિક ભોજન આપવાની શરુઆત કરવામાં આવી છે. અન્નપૂર્ણા યોજના અંગે શ્રમિકો એ જણાવ્યું હતું,શ્રમિકો લાંબા સમય થી આતુરતા થી આ યોજના ની રાહ જોઈ રહ્યા હતા, માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહેશે,સાથે જ વિવિધ પોસ્તિક આહાર મળશે.
લોકોના આરોગ્યની પણ તપાસ
રાંદેર ના રામનગર ખાતે ઇ-શ્રમ કાર્ડ નોંધણી કેમ્પ અને ધનવંતરી રથ દ્વારા લોકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી.મહત્વની વાત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ શ્રમિક અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, ગરીબોને જે ભોજન આપવામાં આવ્યું હતું તે ભોજનમાંથી સુખડીનો સ્વાદ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા અને સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ માણ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.