ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ શ્રમિક અન્નપુર્ણાં યોજના પુન: શરૂ કરવા માંગ ઉઠી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રમીકો માટે શરુ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના અંતર્ગત સુરત શહેરમાં શ્રમીકો માટે જે કેબિનો ભોજન માટે ખોલવામાં આવી હતી. તે કેબિનો કોરોનાકાળથી બંધ કરી દેવામાં આવી હોવાનું ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં શ્રમિકો દ્વારા જાણવા મળ્યું હતું. કોરાનાની અસર ઘટવા છતાં હજુ સુધી ભોજન માટેની એ કેબિનો શરૂ કરવામાં આવી નથી. આ બાબત અંગે તપાસ કરવાની જાગૃત નાગરિક દ્
Advertisement

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રમીકો માટે શરુ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના અંતર્ગત સુરત શહેરમાં શ્રમીકો માટે જે કેબિનો ભોજન માટે ખોલવામાં આવી હતી. તે કેબિનો કોરોનાકાળથી બંધ કરી દેવામાં આવી હોવાનું ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં શ્રમિકો દ્વારા જાણવા મળ્યું હતું. કોરાનાની અસર ઘટવા છતાં હજુ સુધી ભોજન માટેની એ કેબિનો શરૂ કરવામાં આવી નથી. આ બાબત અંગે તપાસ કરવાની જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ ભારતી ગૌરક્ષા મંચના સ્થાપક ધર્મેશ ગામીએ શ્રમિકો પાસે થી યોજના બંધ હોવાની હકીકત જાણી રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
શ્રમીકો માટે ઉપયોગી યોજના
આમતો એક સમોસું ખાવું હોય તો બજારમાં 20 રૂપિયામાં મળે છે પણ જે માણસ દિવસના 100 રૂપિયા મજૂરી કરીને લાવતો હોય તેને આ 20 રૂપિયા આપવાના ના પોષાય ત્યારે આ અન્નપૂર્ણા યોજના હજારો નોકરિયાત મજૂર માણસોનું પેટ ભરે છે. પરંતુ હાલ આ યોજના બંધ રહેતા શ્રમિકો જમવાનું નહીં મળતું હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે.અને વહેલી તકે યોજના ફરી શરૂ થાય એવી માંગ પણ કરવામાં આવી રહી છે.
.jpg)
ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક
ભૂખ્યાને ભોજન કરાવી તો તેની આંતરડી ઠારવી એ સૌથી મોટી માનવ સેવા છે. ગુજરાત સરકારે શ્રમિકોને ભોજન મળી રહે તે માટે નજીવા દરે ભોજન આપતી અન્નપૂર્ણા સેવા શરૂ કરી હતી. સુરતમાં પણ આ યોજના અલગ અલગ વિસ્તાર શરૂ થઈ હતી. સુરતના રામનગર ઉધના અને પાંડેસરા વિસ્તારમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે કેબિનો બનાવવામાં આવ્યા હતા. હાલ યોજનાની પરિસ્થિતિ જાણવા ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી ચેક કરવામાં આવી હતી. જેમાં શ્રમિકોએ કેટલીક હકીકતો દર્શાવી છે.
યોજના પુન: શરૂ થાય તેવી માંગ
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં અન્નપૂર્ણા યોજના માટે બનાવેલી કેબિન તૂટી ફૂટી અને પતરાના શેડ ઉડી ગયેલા જોવા મળ્યા હતા સાથે તાળું લાગેલું શ્રમિકો ધ્યાન દોર્યું હતું. આ અંગે કેટલાક શ્રમિકો ગુજરાત ફર્સ્ટ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે કોરોનાકાળ થી અન્નપૂર્ણા યોજના બંધ કરવામાં આવી છે. અગાઉ સુરતમાં ઉધના વિસ્તાર રામનગર વિસ્તાર પરથી ભોજનનું વિતરણ કરાવવામાં આવતું હતું. પંરતુ અહી વ્યવસ્થા ખોળવતા આ યોજના બંધ કરી દેવતા શ્રમિકો અટવાયા છે. જેથી આ યોજના ફરી શરૂ થાય અને ભૂખ્યાને ભોજન મળે એવી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો - સુર્યપુત્રી તાપીમાં પ્રદુષણનું ગ્રહણ, ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement