Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો કેવી રીતે મેન્ડુસ વાવાઝોડાની અસર સુરતના કાપડ ઉદ્યોગને પડી રહી છે

વાવાઝોડાના લીધે પોંગલની ખરીદી ઘટીદક્ષિણના વેપારીઓ સુરત ખરીદી માટે આવે છેપોંગલ તહેવાર પર રૂ. 1500 કરોડનો વ્યાપારદક્ષિણ ભારતમાં ચાલી રહેલા વાવાઝોડાની સુરતના કપડા ઉદ્યોગ પર અસર પડી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે દક્ષિણ ભારત પર મેન્ડુસ વાવાઝોડું (Cyclone Mandous) ત્રાટકવાની શક્યતાઓ હતી. જેને પગલે આગામી મહિને દક્ષિણમાં ઉજવાતા પોંગલના તહેવારની ખરીદી ઓછી થઈ રહી છે. જેને કારણે સ
જાણો કેવી રીતે મેન્ડુસ વાવાઝોડાની અસર સુરતના કાપડ ઉદ્યોગને પડી રહી છે
Advertisement
  • વાવાઝોડાના લીધે પોંગલની ખરીદી ઘટી
  • દક્ષિણના વેપારીઓ સુરત ખરીદી માટે આવે છે
  • પોંગલ તહેવાર પર રૂ. 1500 કરોડનો વ્યાપાર
દક્ષિણ ભારતમાં ચાલી રહેલા વાવાઝોડાની સુરતના કપડા ઉદ્યોગ પર અસર પડી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે દક્ષિણ ભારત પર મેન્ડુસ વાવાઝોડું (Cyclone Mandous) ત્રાટકવાની શક્યતાઓ હતી. જેને પગલે આગામી મહિને દક્ષિણમાં ઉજવાતા પોંગલના તહેવારની ખરીદી ઓછી થઈ રહી છે. જેને કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
દક્ષિણના વેપારીઓ ઓછા આવ્યા
જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઉજવાતા ઉતરાયણના તહેવારની સાથે જ દક્ષિણ ભારતમાં પોંગલનો તહેવાર ઉજવવામાં આવે છે. જેના માટે નવેમ્બર મહિનાથી જ દક્ષિણના વેપારીઓ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં (Surat Textile Market) કપડાની ખરીદી માટે આવતા હોય છે. પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો શરૂ થઈ જવા છતાં વેપારીઓ ખૂબ ઓછી સંખ્યામાં આવ્યા છે.
કનેક્ટિવિટિ બંધ
તેમજ તેની સામે મેન્ડુસ વાવાઝોડાની અસરને લીધે દક્ષિણ ભારતમાં ઘણા રાજ્યો હાઈ એલર્ટ પર મુકાયા છે. જેથી વાહન વ્યવહાર અને ફ્લાઇટ બંધ હોવાના કારણે વેપારીઓ સુરત નથી આવી શક્યા. તેમજ વાવાઝોડાની અસરને કારણે ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી દક્ષિણના સ્થાનિક લોકો પોન્ગલની ખરીદી પર કાપ મુકી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
1500 કરોડનો વેપાર
દર વર્ષે પોંગલના તહેવાર પર સુરત કપડા માર્કેટ 1500 કરોડ રૂપિયાનો વ્યાપાર કરે છે. જેની સામે આ વર્ષે વાવાઝોડાને કારણે માત્ર 500 કરોડનો જ વેપાર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જોકે હાલ તો મેન્ડુસ વાવાઝોડાનો ખતરો ટળી ચૂક્યો છે પરંતુ સામે ખેતીના પાકને નુકસાન ગયું હોવાથી પોંગલની ખરીદી હવે ઉપડે તેવી કોઈ શક્યતાઓ સુરત કાપડ માર્કેટના વેપારીઓ જોઈ રહ્યા નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×