Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલો લ્યો.... વિશ્વ લાંચ વિરોધી દિવસે જ સુરતના આ અધિકારી લાંચ લેતા ઝડપાયા

દૈનિક અખબારના માલિક પાસે લાંચની માંગણીજાહેરાત છાપવાની મંજુરી માટે કરવાનો હતો વહીવટACBએ ક્લાર્કને રંગે હાથ ઝડપી લીધોવિશ્વ લાંચ વિરોધી દિવસે (World AntiBribery Day) જ દૈનિક અખબારમાં સરકારી જાહેરાત છાપવાની મંજૂરી માટે 5.40 લાખ રૂપિયાની લાંચ માંગનાર સુરત માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને કચેરીનો ક્લાર્ક એન્ટીકરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાયા છે. માંગવામાં આવેલી લાંચ પૈકી પહેલો હપ્તો બà
બોલો લ્યો      વિશ્વ લાંચ વિરોધી દિવસે જ સુરતના આ અધિકારી લાંચ લેતા ઝડપાયા
  • દૈનિક અખબારના માલિક પાસે લાંચની માંગણી
  • જાહેરાત છાપવાની મંજુરી માટે કરવાનો હતો વહીવટ
  • ACBએ ક્લાર્કને રંગે હાથ ઝડપી લીધો
વિશ્વ લાંચ વિરોધી દિવસે (World AntiBribery Day) જ દૈનિક અખબારમાં સરકારી જાહેરાત છાપવાની મંજૂરી માટે 5.40 લાખ રૂપિયાની લાંચ માંગનાર સુરત માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને કચેરીનો ક્લાર્ક એન્ટીકરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાયા છે. માંગવામાં આવેલી લાંચ પૈકી પહેલો હપ્તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા રોકડા લેતા ACBના છટકામાં બંને રંગે હાથ ઝડપતા બંનેની ધરપકડ કરવામાં આવી છે.
5.40 લાખની લાંચ માંગી
માહિતી વિભાગ દ્વારા સુરતમાં દૈનિક અખબાર ચલાવતા માલિકો પાસે અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો આવે તે માટે અરજી મંગાવવામાં આવી હતી જાહેરાત માટે કરાયેલી અરજી રીન્યુઅલ કરવાની કાર્યવાહી કરવા માટે સુરતના નાનપુરા સ્થિત આવેલી માહિતી ખાતાની ઓફિસમાં સહાયક માહિતી નિયામક કૌશિક પરમારે 5.40 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
બે હપ્તામાં રકમ આપવાનું નક્કી કરાયું
અખબારના માલિક દ્વારા સરકારી કામ માટે આ લાંચ આપવા માંગતા ન હતા જેથી તેમણે આ બાબતે ACBને જાણ કરી હતી. સહાયક માહિતી નિયામક દ્વારા લાંચની રકમ બે હપ્તામાં માંગવામાં આવી હતી પ્રથમ હપ્તા તરીકે 2.70 લાખની રોકડ લઈને અકબરના માલિકને માહિતી ખાતાની કચેરીમાં બોલાવ્યો હતો. માહિતી કચેરીની સામે આવેલી ઝેરોક્ષ ની દુકાન પર આ લાંચની રકમ આપવાનો નક્કી કર્યા બાદ કૌશિક પરમાર દ્વારા ક્લાર્કને લાંચ લેવા માટે મોકલ્યો હતો. જ્યાં પહેલેથી ગોઠવાયેલી ACBએ લાંચ સ્વીકારતા ક્લાર્કને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
ઝેરોક્ષની દુકાને ડીલ થઈ
રત રિજીયનના એન્ટી કરપ્શન બ્યુરોના ACP આર.આર. ચૌધરીના જણાવ્યા મુજબ, અખબારમાં ડિસ્પ્લે જાહેર ખબર નહિ રીન્યુઅલ અરજી મંજૂર કરવા માટે મંગાયેલી લાંચ પૈકી પ્રથમ હપ્તાના 2.70 લાખ રૂપિયા લઈને અખબારના માલિકને સૌપ્રથમ તો સહાયક માહિતી નિયામક દ્વારા પોતાની ગાડીમાં બેસાડીને એક કલાક સુધી આસપાસના વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો ત્યારબાદ માહિતી કચેરી સામે આવેલ ઝેરોક્ષની દુકાનમાં બેસાડીને અડધો કલાકની રાહ જોવડાવી હતી.
ક્લાર્કને લાંચ લેવા મોકલ્યો
અડધો કલાક બાદ કૌશિક પરમારે તેમના ક્લાર્ક સતીશ જાદવને લાંચ લેવા માટે મોકલ્યો હતો. જોકે અખબારના માલિક દ્વારા પહેલાથી જ ACBમાં લેખિત અરજી આપી હોવાથી ACBના અધિકારીઓ જે તે સ્થળે ગોઠવાઈ ગયા હતા અને જુનિયર ક્લાર્ક લાંચ લેવા આવ્યો તે સમયે જ લાંચ સ્વીકારતી વખતે રંગે હાથ ઝડપી લીધો હતો અને ઝેરોક્ષની દુકાનની બહાર ઊભેલા સહાયક માહિતી નિયામકને પણ ACBએ ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે સહાયક માહિતી નિયામકનો મહિને 83 હજાર રૂપિયા પગાર છે તેમજ જુનિયર ક્લાર્ક નો પગાર પણ 52 હજાર રૂપિયા મહિનો છે.
વિશ્વ લાંચ વિરોધી દિને જ ઝડપાયા
ગઈકાલે વિશ્વ લાંચ વિરોધી દિવસ હતો અને તે જ દિવસે સરકારની માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક દ્વારા લાંચ લેવાના ગુનામાં ઝડપાતા સરકારી કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હાલ બંને લાંચિયાઓને ACBએ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.