Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં પ્રચાર પ્રસારની મહિલા ઉમેદવારોની એસેસરીઝે જમાવ્યું આકર્ષણ

લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા માટે તમામ પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમાં પણ સુરત ખાતે આ વખતે ત્રિપાખિયો જંગ જામતા પુર જોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમદેવારી નોંધાઇ ગઈ છે હવે સમય થઈ રહ્યો છે પ્રચાર પ્રસાર નો, જેના માટે ઉમેદવારો પણ અવનવી એસેસરીઝ વેર કરી મતદાતાઓને આકર્ષિત કરવાના અવનવા પ્રયત્નો કરી રહ્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીનો તારીખો જાહેર થઈ ગàª
સુરતમાં પ્રચાર પ્રસારની મહિલા ઉમેદવારોની એસેસરીઝે જમાવ્યું આકર્ષણ
લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા માટે તમામ પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમાં પણ સુરત ખાતે આ વખતે ત્રિપાખિયો જંગ જામતા પુર જોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમદેવારી નોંધાઇ ગઈ છે હવે સમય થઈ રહ્યો છે પ્રચાર પ્રસાર નો, જેના માટે ઉમેદવારો પણ અવનવી એસેસરીઝ વેર કરી મતદાતાઓને આકર્ષિત કરવાના અવનવા પ્રયત્નો કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો તારીખો જાહેર થઈ ગઇ છે, ત્યારે નવા મતદાતાઓને રીઝવવા માટે મતદાન કરવા માટે ઉમેદવારો અવનવી વસ્તુઓ ચૂંટણી પ્રચાર માટે ખરીદી રહ્યા છે. અગાઉથી જ ક્તાઉટ હોય કે ઝંડા, ખેસ, બેનર તમામના ઓર્ડર આપી રહ્યા છે. તો બીજી તરફ આ વખતે મતદાતાઓને આકર્ષિત કરવા માટે મંગળસૂત્ર, વાળના બક્કલ, હાથના બ્રેસલેટ અને વીંટી પણ અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ હવે પૂર્ણ કરી દેવામાં આવી છે.
સુરત ખાતે લોકશાહીના પર્વને તહેવારની જેમ ઉજવવામા આવે છે. આ વખતે ભાજપ હોય કે કોગ્રેસ અને સાથે આપ પાર્ટીના પણ તમામ પક્ષના ઉમેદવારો પુર જોશમાં ચૂંટણી લક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે. ચૂંટણીમાં પ્રચાર સામગ્રીનો કરોડો રૂપિયાનો બિઝનેસ થતો હોય છે અને ડાયમંડ ઉદ્યોગ તરીકે જાણીતા સુરત શહેરમાં દર વર્ષે ચૂંટણી સામગ્રીની અવનવી અને સૌથી વધુ વેરાયટી જોવા મળતી હોય છે.
આ વખતે સુરતમાં ચૂંટણી જંગ જામતા શહેરમાં ચૂંટણી પ્રચાર માટે અનોખી અને આકર્ષણ પાડે એવી ડાયમંડમાં એસેસરીઝ જોવા મળી રહી છે, જેને જોઇ ઉમેદવારો પણ પ્રચાર પ્રસાર માટે ખરીદ્યા વિના રહી શકતા નથી, કારણ કે ઉમેદવારો પણ આ વખતે કોઈ કસર બાકી રાખવા માંગતા નથી. સુરતમાં પણ મહિલા કાર્યકર્તાઓ માટે દરેક પક્ષ દ્વારા મંગળસૂત્રના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જેમાં પેન્ડન્ટ ઉપર ઓર્ડર પ્રમાણે કમળ અથવા પંજા કે ઝાડું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં મહિલાઓના વાળ માટે ખાસ બક્કલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પક્ષના ચિન્હ જોવા મળ્યા છે. ચારેય બાજુથી હીરા જડિત વીંટી પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.