આઝાદી પહેલા કે આઝાદી બાદ ગુજરાતની માટીના લોકોએ દુનિયામાં ડંકો વગાડ્યો છે : ઉપરાષ્ટ્રપતિશ્રી
ભારતીય ઑલોમ્પિક સંઘનો ફ્લેગ સન્માન સાથે ગોવાના રમતગમત મંત્રીને સોંપાયોઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા 36મી નેશનલ ગેમ્સના સમાપનની જાહેરાત કરાઈસુરતના (Surat) ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ, સ્પીકરશ્રી ઓમ બિરલા, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ, પ્રàª
- ભારતીય ઑલોમ્પિક સંઘનો ફ્લેગ સન્માન સાથે ગોવાના રમતગમત મંત્રીને સોંપાયો
- ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા 36મી નેશનલ ગેમ્સના સમાપનની જાહેરાત કરાઈ
સુરતના (Surat) ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ, સ્પીકરશ્રી ઓમ બિરલા, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં 36મી નેશનલ ગેમ્સનો (National Games) ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને મેડલ વિજેતા ખેલાડીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની માટીએ દુનિયામાં ડંકો વગાડ્યો: ઉપરાષ્ટ્રપતિશ્રી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ( Jagdeep Dhankhar) પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી પેહલા અને આઝાદી બાદ પણ ગુજરાતની માટીના લોકો એ દુનિયામાં ડંકો વગાડ્યો છે. અહીંથી નીકળેલ અવાજની અસર તમામ સામાન્ય માણસો પર પડે છે. ગુજરાતની ધરતીના એક વ્યક્તિએ 20 કરોડ ઘરોમાં ગેસ ની સુવિધા આપીને વિશ્વમાં કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આનાથી મોટી દેશની માં અને બહેનો ની સેવા બીજી કોઈ નહિ હોય શકે.
તેમણે કહ્યું કે, હું નરેન્દ્રભાઈ મોદીને પૂછીશ કે, જે ગેમ્સ 7 વર્ષમાં નહીં થઈ શકી તે 90 દિવસમાં કઈ રીતે થઈ શકી. ધારા 370ને હટાવવા વાળો પણ આ માટીનો જ લાલ છે. જે વસ્તુને આપણે સપનામાં પણ નહીં વિચારીએ તે આપણે જમીન પર ઉતરેલી જોઈએ છે. દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ક્યાં બન્યું છે. કયારેય કોઈએ વિચાર્યું નહીં હોય કે ભારતની બહાર જઈશું તો ભારતીય હોવાનો ગર્વ અનુભવાશે. નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર દરેક બાળકીઓ સાથે વડાપ્રધાન એ જાતે વાત કરી છે.
ઓલિમ્પિક ચેમ્પિયન્સ દેશને આપવા માટે પણ ગુજરાત તૈયાર છે : મુખ્યમંત્રીશ્રી
આ તકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સના સમાપન સાથે ગુજરાતમાં એક મોટા ઉત્સવ નું સમાપન થઈ રહ્યું છે. અમને તૈયારી માટે માત્ર 90 દિવસનો સમય મળ્યો હતો. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચેલેન્જ ઉપાડવાની અમને ક્ષમતા મળી હતી. આ નેશનલ ગેમ્સ સાથે જોડાયેલા તમામ લોકોને શુભકામનાઓ. ગુજરાતનો જૂનો મિજાજ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બદલી નાખ્યો છે.
તેમણે કહ્યું કે, ગુજરાત હવે રમતગમતમાં આગળ વધવાના ઘણા અવસરો ઉભા કરે છે અને ગુજરાતના લોકોનો રમત ગમત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી સ્પોર્ટ્સ પોલીસના કારણે ઘણો ફાયદો થશે. જેમણે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વઘવું છે તેમને સરકાર દ્વારા સુવિધા અને સપોર્ટ મળશે. આગામી દિવસોમાં ઑલોમ્પિક ચેમ્પિયન તૈયાર કરવા માટે પણ ગુજરાત તૈયાર છે. આગામી દિવસોમાં ઘણી ગેમ્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા ગુજરાતના ખેલાડીઓ ચમકશે.
કેન્દ્ર અને રાજ્યના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે રાત-દિવસ જોયા વિના કામ કર્યું છે: ગૃહમંત્રીશ્રી
આ તકે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું હતું કે, ગુજરાતના સૌ નાગરિકો ને અભિનંદન આપવા માંગુ છું. માત્ર 90 દિવસની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ આયોજન થયું. દેશના અલગ અલગ રાજ્યો ના તમામ ખેલાડીઓનું અદભુત સ્વાગત થયું. નેશનલ ગેમ્સની શરૂઆત દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી થઈ હતી, મોદી.. મોદી... ના નારા સાથે નેશનલ ગેમ્સની શરૂઆત થઈ હતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દુરંદેશીના લીધે ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવાનો અવસર મળ્યો. અનેક ખેલાડીઓ એ કહ્યું કે ગુજરાતના નાગરિકો એ જે પ્રેમ આપ્યો તે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અન્ય રાજ્યોના ખેલાડીઓને આપણી સુવિધા ખૂબ ગમી. બધાનું કહેવું હતું કે જો ગુજરાત સરકાર અમને મદદ કરે તો તમામ ગેમ્સનું આયોજન કરવાની અમારી તૈયારી છે. 90 દિવસ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે રાત-દિવસ જોયા વગર કામગીરી કરી છે.
Advertisement