Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં વિચિત્ર અકસ્માત, ટેમ્પાની કેબિનમાં ફસાયા 3 યુવક

ઈચ્છાપોર ચોકડી પાસે વિચિત્ર અકસ્માતટેમ્પોના કેબિનમાં ત્રણ યુવકો ફસાયાત્રણેય ઘાયલ યુવકોનું ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યુસુરત (Surat)ની ઇચ્છાપોર ચોકડી પાસે જબરજસ્ત અકસ્માત (Accident) સર્જાયો હતો. છોટા હાથી ટેમ્પો આગળ જઈ રહેલા કોઈ વાહન સાથે ધડાકાભેર અથડાઈ ગયો હતો. ટક્કર એટલી જબરજસ્ત હતી કે ટેમ્પાની કેબીનનો ભાગ આગળથી સંપૂર્ણ ચપટ થઇ ગયો હતો જેને કારણે ડ્રાઈવર સહિત ત્રણ જણા અંદર ફસાઈ
સુરતમાં વિચિત્ર અકસ્માત  ટેમ્પાની કેબિનમાં ફસાયા 3 યુવક
  • ઈચ્છાપોર ચોકડી પાસે વિચિત્ર અકસ્માત
  • ટેમ્પોના કેબિનમાં ત્રણ યુવકો ફસાયા
  • ત્રણેય ઘાયલ યુવકોનું ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યુ
સુરત (Surat)ની ઇચ્છાપોર ચોકડી પાસે જબરજસ્ત અકસ્માત (Accident) સર્જાયો હતો. છોટા હાથી ટેમ્પો આગળ જઈ રહેલા કોઈ વાહન સાથે ધડાકાભેર અથડાઈ ગયો હતો. ટક્કર એટલી જબરજસ્ત હતી કે ટેમ્પાની કેબીનનો ભાગ આગળથી સંપૂર્ણ ચપટ થઇ ગયો હતો જેને કારણે ડ્રાઈવર સહિત ત્રણ જણા અંદર ફસાઈ ગયા હતા અને ચીસો પાડવા લાગ્યા હતા. ઘટના અંગે જાણ કરવામા આવતા ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યુ કરી ત્રણે યુવકને કેબિનમાંથી બહાર કાઢ્યા હતા.  

આગળના વાહન સાથે ટેમ્પો અથડાયો 
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં ઇચ્છપોર ચોકડી સ્થિત સર્વિસ રોડ પરથી એક છોટા હાથી ટેમ્પો ઓએનજીસી નગર તરફ જઈ રહ્યો હતો. ટેમ્પોની કેબીનના ભાગમાં ડ્રાઈવર સહીત ત્રણ જણા હતા. દરમિયાન ઇચ્છપોર ચોકડી પાસે ટેમ્પો ચાલકે આગળ જઈ રહેલ કોઈ વાહન સાથે ધડાકભેર અથડાવી દીધો હતો. આગળના વાહન સાથે ટેમ્પાની જબરજસ્ત ટક્કર થવાના કારણે ટેમ્પોની કેબિનનો ભાગ ચપટ થઇ ગયો હતો. જયારે આગળવાળો વાહન ચાલક સ્થળ પરથી નીકળી ગયો હતો. બીજી બાજુ ટેમ્પાની કેબિનમાં ડ્રાઈવર સહીત ત્રણ જણા ફસાયા હતા અને ચીસો પાડી રહયા હતા ત્યારે કોઈ રાહદારીએ ફાયર વિભાગને જાણ કરતા અડાજણ અને મોરાભાગળ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને રેસ્કયૂની કામગીરી હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડે રેસ્કયુ કર્યું 
ટેમ્પાની કેબિનમાં ૨૨ વર્ષીય અજય મંદારે, ૨૨ વર્ષીય રોહિત પરમાર અને ૨૦ વર્ષીય અશોક પરમાર નામના યુવકો ફસાયેલા હતા. હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટ અને તોમબી ટૂલ્સના નામના સાધનો વડે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્સૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કેબીનનો ભાગ સાધનો વડે પહોળો કરી તથા પતરા તોડીને પંદરથી વીસ મિનિટની ભારે જહેમત બાદ ત્રણે યુવકોને બહાર કાઢવામાં આવ્યા હત્યા. તેઓના જીવ બચી ગયા હતા પરંતુ ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દારુનો નશો કર્યો હોવાની શંકા
સૂત્રો દવારા જાણવા મળ્યું હતું કે ટેમ્પો વધારે સ્પીડમાં હોવાના કારણે આગળ જઈ રહેલા વાહન સાથે ધડાકાભેર અથડાતા તેની કેબીન આખી ચપટ થઇ ગઈ હતી.જેથી અંદર ફસાયેલા ત્રણે જણાને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ત્યાં જ સીટ ઉપર દારૂની બોટલ, ચાખણુ, ગ્લાસ તેમજ કોલ્ડ્રીંક્સની બોટલ પડેલી હતી. જેનાથી પરથી એવી શંકાઓ સેવાઈ રહી હતી કે ત્રણે જણા અંદર દારૂ પીતા હતા અથવા દારૂ પીધેલી હાલતમાં હતા. કેમ કે અકસ્માત સર્જાયો ત્યારે તેમણે એ પણ ખબર નહીં હતી કે આગળ કયા વાહન સાથે ટક્કર થઇ હતી.
Advertisement
Tags :
Advertisement

.