Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં યોજાઇ નેશનલ રેકીંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ્સ 2022

સુરત (Surat)ના પીડીડીયુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આગામી 23થી 28 જાન્યુઆરી દરમિયાન નેશનલ રેકીંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ્સ 2022 (National Racking Table Tennis Championships 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ટેબલ ટેનિસની પુર્ણાહૂતિ કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષભાઇ સંઘવીએ હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને આવનારા દિવસોમાં વિવિધ રમતના એસોસિયેશન જોડે રાજ્ય સરકાર સંકલનમાં છે તેમ જણાવ્યું હતું.ગુજરાત àª
સુરતમાં યોજાઇ નેશનલ રેકીંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ્સ 2022
સુરત (Surat)ના પીડીડીયુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આગામી 23થી 28 જાન્યુઆરી દરમિયાન નેશનલ રેકીંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ્સ 2022 (National Racking Table Tennis Championships 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ટેબલ ટેનિસની પુર્ણાહૂતિ કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષભાઇ સંઘવીએ હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને આવનારા દિવસોમાં વિવિધ રમતના એસોસિયેશન જોડે રાજ્ય સરકાર સંકલનમાં છે તેમ જણાવ્યું હતું.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટુર્નામેન્ટનું આયોજન
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન એ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંલગ્ન છે. 
ચેમ્પિયનશીપમાં  વિવિધ પ્રકારની 13 ઇવેન્ટ 
આ ચેમ્પિયનશીપમાં  વિવિધ પ્રકારની 13 ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં દેશભરમાંથી 1200 ખેલાડીઓ ભાગ લીધો હતો.  રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા.
રમત ગમત મંત્રી હાજર રહ્યા 
 સુરત ખાતે ટેબલ ટેનિસની પુર્ણાહૂતિ કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષભાઇ સંઘવી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યમાં રમત ગમતનું પ્લેટફોર્મ રેડી થઈ રહ્યું છે. શુક્રવારે દિવ્યાંગોની નેશનલ ગેમ્સનો નડિયાદ ખાતે પ્રારંભ થયો છે. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને આવનારા દિવસોમાં વિવિધ રમતના એસોસિયેશન જોડે રાજ્ય સરકાર સંકલનમાં છે તેમ જણાવ્યું હતું. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.