Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બારડોલી પાસે સુજલામ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ

સુરત જિલ્લાના બારડોલી (Bardoli)ના  બાબલા ગામે સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૩નો શુભારંભ કરાયો હતો. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. યોજના થકી જમીનમાં પાણીના સ્તર ઉપર લાવવા સરકાર  પ્રયાસ કરી રહી છે.રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો પ્રારંભઉનાળાની મોસમને લઇને રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો ગાંધીનગરના ખોરજથી મુખ્ય
બારડોલી પાસે સુજલામ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ
Advertisement
સુરત જિલ્લાના બારડોલી (Bardoli)ના  બાબલા ગામે સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૩નો શુભારંભ કરાયો હતો. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. યોજના થકી જમીનમાં પાણીના સ્તર ઉપર લાવવા સરકાર  પ્રયાસ કરી રહી છે.
રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો પ્રારંભ
ઉનાળાની મોસમને લઇને રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો ગાંધીનગરના ખોરજથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો છે. ત્યારે રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી  આ યોજના શરૂ કરાઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં  પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ આજ થી થયો છે. ત્યારે સુરત જિલ્લા ખાતે થી પણ રાજ્ય ગૃહ મંત્રી એ પ્રારંભ કરાવ્યો હતો. સુરત જિલ્લા ના બારડોલી ના બાબલા ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ માં રાજ્ય ગૃહ મંત્રી અભિયાન શરૂઆત કરાવી હતી. 
બાબલા ગામે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પ્રારંભ કરાવ્યો
બારડોલી ના બાબલા ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુજલમ સુફલામ અભિયાન કાર્યક્રમ માં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ તળાવ ની કામગીરી અને સ્વચ્છતા ઉપર વિશેષ ભાર મુક્યો હતો.  અને યોજના થકી તળાવમાં એકત્રિત થતા પાણીનો પૂરેપૂરો ગામ માટે અને ખેતી માટે ઉપયોગ કરવા ટકોર પણ કરી હતી.

ભૂગર્ભ જળ ઉપર લાવવા પ્રયાસ 
ગુજરાતમાં અનિયમીત તથા અસમાન વરસાદને કારણે ભૂર્ગભ જળ સ્તર નીચે ઉતરતા જવાથી જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ર૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે શરૂ થયુ છે. આ અભિયાન હેઠળ સુરત જિલ્લાના બારડોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં  તળાવો ઊંડા કરવા, ચેકડેમ, રિપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, ખેત તલાવડી નિર્માણના કામો નો સમાવેશ કરાયો છે.  બાબલા  ગામે આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×