સુરત જીલ્લામાં ચાલી રહેલા માટી કૌંભાડ અંગે તપાસ કરવા ખેડૂતની માગ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખોદકામમાં માટીની હેરફેર થતું હોવાની ગંધમાટી ઉડવાથી ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન ખેડૂત, પ્રજા અને સરકારને પણ આર્થિક નુકસાન તમામ પાસાઓની સુરત આર ટી ઓ ને રજૂઆત ખેડૂત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દર્શન નાયક દ્વારા સુરત આર ટી ઓ ને પત્ર લખી રજૂઆત કરાઈસુરત (Surat) જિલ્લાના ઓલપાડ તાલુકામાં થઇ રહેલ ખોદકામમાં માટીના હેરફેરમાં વપરાતા વાહનોની તપàª
- સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખોદકામમાં માટીની હેરફેર થતું હોવાની ગંધ
- માટી ઉડવાથી ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન
- ખેડૂત, પ્રજા અને સરકારને પણ આર્થિક નુકસાન
- તમામ પાસાઓની સુરત આર ટી ઓ ને રજૂઆત
- ખેડૂત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દર્શન નાયક દ્વારા સુરત આર ટી ઓ ને પત્ર લખી રજૂઆત કરાઈ
સુરત (Surat) જિલ્લાના ઓલપાડ તાલુકામાં થઇ રહેલ ખોદકામમાં માટીના હેરફેરમાં વપરાતા વાહનોની તપાસ કરવા અને સરકાર તથા ખેડુતોને થઈ રહેલા નુકસાન અટકાવવા બાબતે (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ)ના દર્શન નાયક દ્વારા આરટીઓ ઈન્સ્પેકટર ને પત્ર લખી જણાવાયું છે કે ઓલપાડ તાલુકામાં ઓલપાડ ગામ અને અન્ય ગામો ખાતે ખોદકામ કરી માટી ઉલેચવાની કામગીરી હાલમાં કાર્યરત છે.સ્થળ ઉપર જોતા જે ઈસમો દ્વારા ખોડકામની કામગીરી કરવામાં આવી રહી છે તે આડેધડ મન્સવી રીતે કરવામાં આવી રહી છે.જેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.તેમજ સેનાખાડી ની આજુબાજુની સ૨કા૨ી જમીનમાં પણ માટી ખોદી ઉલેચવામાં આવી રહી છે તથા અને સદર જગ્યાએ ખોદકામમાં માટીના હેરફેરમાં જે ટ્રક હાઈવા નો વપરાશ થઈ રહ્યો છે તે ખુબ જ “ હેવી લોડ “ લઈ રસ્તાઓ ઉપર થી પસાર થઈ રહ્યા છે.આ “હેવી લોડ” લઈને રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહેલ વાહનો ઉપર કોઈ પણ વહીવટી તંત્ર પોલીસ વિભાગ કે આર ટી ઓ તંત્ર નું અંકુશ હોય એવું લાગી રહ્યું નથી,કારણ કે આ વાહનો ના હેરફેર કારણે રસ્તાઓને નુકસાન થઇ થયું છે તથા ખેડૂતો દ્વારા સિંચાઈ પાણીની વ્યવસ્થા માટે નાખવામાં આવેલ પાઇપો અને સિમટ ન ગરનારા ભુંગળા તૂટી રહ્યા છે તથા ટ્રક માંથી જે માટી ઉડે છે તેનાથી અકસ્માત જેવા ગંભીર બનાવ પણ બની રહ્યા છે અને માટી ઉડવાથી ખેતી ના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે જેથી ખેડૂતો, પ્રજા અને સરકાર ને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
શું ઓલપાડમાં રોયલ્ટીની આડમાં ધમધમે છે માટી ચોરી કૌભાંડ?
ઓલપાડ સહિતના અન્ય ગામ તેમજ સેનાખાડીની આજુબાજુની સરકારી જમીનમાં ખોદકામ કરી માટી ચોરી કરવામાં આવી રહી છે જેવા પ્રશ્ન ખેડૂતો દ્વારા ઉઠવવામાં આવી રહ્યા છે. ખોદકામની પરમીશન મેળવી મંજુરી કરતા વધારે ઉંડા ખાડાઓ ખોદી માટી ઉલેચવાનુ કૌભાંડ ધમધમી રહ્યું હોવાનો ખેડૂતો આક્ષેપ કર્યો છે. આ અંગે ખેડૂત પુત્ર દર્શન નાયક એ જણાવ્યું હતું કે ગામડાઓમા માટી ચોરો બેખોફ બનયા છે.તેમને કોઈનો ડર ન હોય તેમ બિનદાસ્ત ગામડાની જમીનની સાથે સેનાખાડીના આજુ બાજુમાં આવેલ સરકારી જમીનમાંથી પણ માટી ચોરી કરી રહ્યા છે અને આ માટીની હેરાફેરી માટે જે હેવી વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે તે વાહનોના કારણે રોડ રસ્તા, ખેડુતોના પાકને નુકસાન થઈ રહ્યું છે સાથે માટી ઉડવાને કારણએ અકસ્માતનો ભય રહ્યો છે ત્યારે આ માટી ચોરીના કૌભાંડમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોની ફીટનેસ સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરવાની માંગણી સાથે ખેડૂત પુત્ર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા RTO ઈન્સ્પેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
સરકારી જમીનો પણ ના છોડી
ખેડૂત દર્શન નાયકે આર.ટી.ઓ ઈન્સ્પેકટરને લેખિતમાં ફરિયાદ કરી તમામ ગંભીર બાબતો નું ધ્યાન દોર્યું છે. પત્ર માં કરેલી રજૂઆત અનુસાર ખોદકામ કરતા માટી માફિયાઓએ માટી ચોરી કરવા માટે સેનાખાડીની આજુબાજુની સરકારી જમીનો બાકાત રાખી નથી. સરકારને રોયલ્ટીની આવકનો ચુનો ચોપડનારા માટી માફિયાઓ દ્વારા. માટીની હેરાફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હેવી લોડ વાહનો પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે માટીના હેરફેરમાં જે ટ્રક હાઈવા નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખુબજ હેવી લોડ છે અને રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહનો ઉપર કોઇપણ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ કે આર. ટી.ઓ.વિભાગનો અંકુશ દેખાતો નથી, આ હેવી વાહનોની હેરફેરના કારણે રસ્તાઓને નુકસાન થવાની સાથે ખેડૂતોના સિંચાઇ ના પાણીની વ્યવસ્થા માટે નાખવામાં આવેલ પાઇપો અને સિમેન્ટનાં ગરનારા, ભૂંગળા તૂટી રહ્યા છે તેમજ ટ્રક માંથી ઉડતી માટીના લીધે અકસ્માત જેવા ગંભીર બનાવ પણ બને છે.
સરકાર અને ખેડૂતોને નુકસાન
દર વર્ષે આવી રીતે સરકાર અને ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. દર્શન નાયકે તાકિદે તપાસ કરી નિયમો વિરુધ્ધ હેવીલોડ સાથે માટીની હેરાફેરી ટ્રક હાઈવા દ્વારા કરવામાં આવી રહી હોય તો વાહનોની ફીટનેસ સર્ટીફિકટ, વીમો લાયસન્સ, પરમીટ તથા પીયુસીની તપાસ કરવા માંગ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement