ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: આયોજકો અને કલાકારો વચ્ચે થઈ માથાકૂટ, ઝણકાર ગરબા બંધ થતા ખેલૈયાઓ નિરાશ

સુરતના ડુમસ રોડ પર આયોજિત ઝણકાર ગરબા થયા બંધ આયોજક અને ગાયક કલાકારો વચ્ચે માથાકૂટ બાદ ગરબા થયા બંધ ગરબા માટે ખેલૈયાઓને ફાળવ્યા હતા પાસ પરંતુ હવે મળી નિરાશા Surat: નવરાત્રિની રાજ્યમાં ધૂમ ઉજવણીઓ થઈ રહીં છે. ખાસ કરીને...
05:53 PM Oct 07, 2024 IST | VIMAL PRAJAPATI
Jhankar garba, Surat
  1. સુરતના ડુમસ રોડ પર આયોજિત ઝણકાર ગરબા થયા બંધ
  2. આયોજક અને ગાયક કલાકારો વચ્ચે માથાકૂટ બાદ ગરબા થયા બંધ
  3. ગરબા માટે ખેલૈયાઓને ફાળવ્યા હતા પાસ પરંતુ હવે મળી નિરાશા

Surat: નવરાત્રિની રાજ્યમાં ધૂમ ઉજવણીઓ થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અનેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં પણ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે, હવે શેરી ગરબા કરતા પાર્ટી પ્લોટનું મહત્વ ખુબ જ વધારે વધી ગયું છે. પરંતુ સુરતમાં એક એવી જાણવા મળી છે કે, આયોજકો અને કલાકારો વચ્ચે માથાકૂટના કારણે ગરબા બંધ થયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Banaskantha: ત્રિશુલિયા ઘાટ પર થયેલા અકસ્માતમાં નવો વળાંક, ‘ડ્રાઈવર રીલ બનાવતો હતો’ - ઘાયલ મુસાફરો

આયોજક અને ગાયક કલાકારો વચ્ચે થઈ માથાકૂટ

વિગતે વાત કરવામાં આવે તો, સુરતના ડુમસ રોડ પર આયોજિત ઝણકાર ગરબા બંધ થયા હોવાનું જાણવા મળ્યું છે. આયોજક અને ગાયક કલાકારો વચ્ચે માથાકૂટ બાદ ગરબા બંધ રહ્યા હોવાનું સામે આવ્યું છે. હવે મહત્વની વાત એ છે કે, ગરબા માટે ખેલૈયાઓને પાસ પણ ફાળવી દેવામાં આવ્યાં હતા પરંતુ હવે ગરબા તો બંધ રહ્યા છે તો પછી ખેલૈયાઓ ક્યા જશે. નોંધનીય છે કે, રૂપિયા લઇને પાસ આપ્યા હોવા છતાં ગરબા બંધ રખાવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Surat : ઓનલાઇન ગેમે વધુ એકનો ભોગ લીધો! 17 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ

રૂપિયાની માથાકૂટના કારણે ગરબાનું આયોજન થયું રદ્દ

હવે પ્રશ્ન એ થાય છે કે, શું ખેલૈયાઓએ નિરાશ થઇને પરત ફરવું પડ્યું છે. તો પછી તેમના પૈસાનું શું? ગાયક કલાકારો સાથે આયોજકોએ 90 લાખ રૂપિયાનો કરાર કર્યો હોવાની ચર્ચાઓ થઈ રહીં છે. જો કે, આ ગરબાનું આયોજન રૂપિયાને લઇ માથાકૂટ થતા રદ્દ થયું હોવાનું સામે આવ્યું છે. આવી રીતે લોકોના ભાવનાઓ સાથે રમત રમવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે લોકોએ આખી નવરાત્રિ દરમિયાનનું આયોજન કર્યું હોય તે લોકો હવે ક્યા જશે? આવા તો અનેક સવાલો થઈ રહ્યાં છે. પરંતુ ગરબા રદ્દ થયા ખેલૈયામાં નિરાશા વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: Prabhas ની 500 કરોડ બજેટવાળી ફિલ્મમાં આ દિગ્ગજ અભિનેતાઓ રહેશે!

Tags :
Jhankar garb NewsJhankar garbaJhankar garba dumasNavratri 2024Navratri 2024 GarbaNavratri 2024 NewsSuratSurat Jhankar garbaVimal Prajapati
Next Article