Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત : મુદત ગામે પ્રેમી પંખીડાએ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી લગાવી મોતની છલાંગ

અહેવાલ _ ઉદય જાદવ,સુરત    મહુવા તાલુકાના મુદત ગામે લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા પ્રેમી પંખીડાએ પૂર્ણા નદીના બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનામાં પ્રેમી યુવકને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પ્રેમિકા...
સુરત   મુદત ગામે પ્રેમી પંખીડાએ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી લગાવી મોતની છલાંગ

અહેવાલ _ ઉદય જાદવ,સુરત 

Advertisement

મહુવા તાલુકાના મુદત ગામે લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા પ્રેમી પંખીડાએ પૂર્ણા નદીના બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનામાં પ્રેમી યુવકને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પ્રેમિકા યુવતીનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું,પ્રેમી યુવકની મરજી વિરૂદ્ધ સગાઈ થતા બન્ને એ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું,હાલ મહુવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

Advertisement

સુરત જિલ્લામાં હાલ દિવસને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે.ત્યારે આજરોજ વધુ આપઘાતની ઘટના સામે આવી છે,સુરત જિલ્લાના મહુવા તાલુકાના મુદત ગામે પ્રેમી પંખીડાએ પૂર્ણા નદીના બ્રિજ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે.નવસારી જિલ્લાના ભેલખડી ગામે રહેતા ગૌરાંગ નાયકા અને સુરતના મહુવા તાલુકાના ખરવણ ગામે રહેતી રોશની નાયકા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો,અને આ બન્ને છેલ્લા લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા,ત્યારે બન્ને પ્રેમી પંખીડાએ પોતાના પ્રેમ વિશે ઘરે પણ વાત કરી હતી ત્યારે પરિવારે તેઓની વાત ન સ્વીકારી હતી,ત્યારે 27 વર્ષીય પ્રેમી ગૌરાંગ નાયકાની તેઓના પરિવારે સગાઈ કરી દેતા હવે બન્ને છુટા કરી દેશે તેવી બીકના કારણે બન્નેએ આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું.

Advertisement

પુર્ણા નદીના બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ છલાંગ લગાવી
મહુવાના મુદત ગામ પાસે પસાર થતી પૂર્ણા નદીના બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ છલાંગ લાગવી હતી, આ ઘટનામાં પ્રેમી યુવક ગૌરાંગ નાયકાને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પ્રેમિકા રોશની નાયકાને 108 મારફતે તાત્કાલિક બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેઓનું પણ મોત નિપજ્યું હતું.આમ એક બીજા સાથે જીવવા કોલ આપી દેનાર પ્રેમી પંખીડાએ મોત વ્હાલું કર્યું હતું,સમગ્ર ઘટનાને લઈને મહુવા પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.

આપણ  વાંચો -2 વર્ષમાં ગુજરાત પોલીસે 785 નશાના સોદાગરોને જેલના હવાલે કર્યા :ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી 

Tags :
Advertisement

.