Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત કાપડ બજારના હાલ બેહાલ, યાર્નના ભાવ વધતા વેપારીઓની મુશ્કેલીઓ વધી

દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ મોંઘવારીના કારણે આસમાને પહોંચ્યા છે. ત્યારે લોકોએ મોંઘવારી સામે પોતાના ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે. માંડ માંડ કોરોના બાદ પાટા પર આવેલો કાપડનો વ્યવસાય ફરી મંદી સામે ઝઝૂમી રહ્યો છે. મની...
સુરત કાપડ બજારના હાલ બેહાલ  યાર્નના ભાવ વધતા વેપારીઓની મુશ્કેલીઓ વધી

દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ મોંઘવારીના કારણે આસમાને પહોંચ્યા છે. ત્યારે લોકોએ મોંઘવારી સામે પોતાના ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે. માંડ માંડ કોરોના બાદ પાટા પર આવેલો કાપડનો વ્યવસાય ફરી મંદી સામે ઝઝૂમી રહ્યો છે. મની ક્રાઈસિસના કારણે કાપડ ઉદ્યોગમાં મંદી જોવા મળી રહિ છે. કાપડના ઉત્પાદન પર પણ 40 ટકા કાપ મૂકવામાં આવ્યો છે.

Advertisement

મહત્વનું છે કે, આ વખતની મંદીની અસર અત્યાર સુધીની સૌથી ખરાબ કહેવામાં આવી રહી છે. લગ્નસરાની સીઝન હોવા છતાં વેપાર પર 70 ટકા અસર જોવા મળી રહી છે. જેને કારણે કાપડના વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. ખરીદેલો માલ નહિ વેચાતા દુકાનમાં કપડાના ઢગલા જોવા મળી રહ્યાં છે. રશિયા યુક્રેનને કારણે યાર્નના રોમટિરિયલના ભાવ પણ વધ્યા છે. તો લગ્ન સિઝન હોવા છતાં મિલના માલિકો નવરા બેઠા છે.

પણ હાલ સુરત કાપડ બજારની રોનકમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બહારથી ઓર્ડરો આવવાના શરૂ થઈ ગયા છે પણ કાપડ બજારના વેપારીઓ કાપડની ખરીદી કરવાનું બંધ કરી દીધું છે. કારણ કે, કાપડનું યાન મોંઘું થયું છે જેને કારણે વિવર્ષો એ કાપડનો ભાવ વધારી દીધો છે. વેપારીઓ ઓર્ડર તો આપી રહ્યા છે પણ જુના ભાવે માલ માંગી રહ્યા છે. કાપડ ઉદ્યોગને પણ કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : જામનગર: છોટી કાશીમાં વધુ એક જધન્ય ઘટના, જનેતા પર કુપુત્રએ ગુજાર્યો બળાત્કાર

Advertisement
Tags :
Advertisement

.