Surat: સચિન પાલીમાં એકસાથે ત્રણ બાળકોના મોત, રાત્રે ખાધો હતો આઈસ્ક્રીમ
- આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોને થયા હતા ઝાડા-ઉલ્ટી
- એકસાથે ત્રણ ત્રણ બાળકોના મોતથી પરિવારમાં માતમનો માહોલ
- ત્રણેય બાળકોના મોતનું કારણ હજુ સુધી પણ અકબંધ
- એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી હોસ્પિટલ હજુ સારવાર હેઠળ
Surat: સુરતના સચિન પાલીમાં એકસાથે ત્રણ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વિગતો એવી પણ સામે આવી છે કે, ત્રણેય બાળકોએ રાત્રે આઈસ્ક્રીમ ખાધો હતો. આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોને ઝાડા-ઉલ્ટી થયા હતા. નોંધનીય છે કે, ઝાડા ઉલટીમાં શંકાસ્પદ ત્રણ બાળકોના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું છે. કુલ ચાર બાળકો સચિન પાલી ગામ ખાતે આવેલા કાલી મંદિર પાસે તાપણું કરી રહ્યા હતા. આ દરમિયાન એકાએક તાપણાનો ધુમાડો શ્વાસમાં જતા બાળકો બેભાન થઈ ઢળી પડ્યા હતા.
આ પણ વાંચો: Mehsana: ઠાકોર પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત
હજી પણ એક બાળકની હાલત અત્યંત ગંભીર
નોધનીય છે કે, તમામ બાળકોને સૌપ્રથમ નજીકની ખાનગી ક્લિનિક અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા. જ્યાં ચાર પૈકીના ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. એટલું જ નહીં પરંતુ હજી એક બાળકની હાલત હજી પણ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહીં છે. પીએમ રિપોર્ટ બાદ બાળકોના મોતનું સચોટ કારણ બહાર આવશે. પરંતુ અત્યારે બાળકોની પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Amreli: ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારે Jio સામે બાંયો ચઢાવી, કહ્યું - શહેરના 33% વિસ્તારમાં...