Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: ATM card બદલીને છેતરપિંડી કરતા ઇસમને પોલીસ ઝડપી પાડ્યો

સુરત જિલ્લામાં વરેલીમાં ગ્રામપંચાયત નજીક ATM કાર્ડ બદલીને છેતરપીંડી કરતા ઈસમને કડોદરા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી જુદી જુદી બેંકના 5  એટીએમ કાર્ડ તેમજ રોકડા રૂપિયા 27,620 કબજે કર્યા છે અને કડોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ...
08:04 PM Jul 21, 2023 IST | Hiren Dave

સુરત જિલ્લામાં વરેલીમાં ગ્રામપંચાયત નજીક ATM કાર્ડ બદલીને છેતરપીંડી કરતા ઈસમને કડોદરા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી જુદી જુદી બેંકના 5  એટીએમ કાર્ડ તેમજ રોકડા રૂપિયા 27,620 કબજે કર્યા છે અને કડોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

વરેલી ગ્રામપંચાયત નજીક એટીએમ સેન્ટરમાં છેતરપિંડી  મામલો

સુરત જિલ્લામાં વરેલી ગ્રામપંચાયત નજીક આવેલા એટીએમ સેન્ટરમાં ગત 19 જુલાઈના રોજ ક્રિષ્ણકુમાર હરીશંકર ચૌબે પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે તેની પાછળ ઉભેલા એક અજાણ્યા ઇસમેં એટીએમ કાર્ડ લઇ પૈસા ઉપાડી આપવાનું જણાવી પીન નબંર મેળવી લીધો હતો અને બાદમાં એટીએમ કાર્ડ બદલીને બીજો કાર્ડ આપી દીધો હતો અને બાદમાં તેઓના ખાતામાંથી 27,500 રૂપિયા ઉપાડી લઇ ઠગાઈ કરી હતી. આ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો

બારડોલી જતા રોડ પાસેથી આરોપી ઝડપી  પાડ્યો

આ બનાવમાં તપાસ કરી રહેલી કડોદરા જીઆઈડીસી પોલીસે સુરતથી બારડોલી જતા રોડ પાસેથી આરોપી અખિલેશ નન્ને હરીલાલ પાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 27,620 તથા અલગ અલગ બેંકના ૫ એટીએમ કાર્ડ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

પોલીસે જણાવ્યું હતું કે એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા આવતા ઈસમોની પાછળ ઉભા રહી તેમનો પીન જોયા બાદ તેમને એનકેન પ્રકારે વાતોમાં ભોળવી તેમનો એટીએમ કાર્ડ આરોપી બદલી લેતો હતો અને બાદમાં બીજો એટીએમ કાર્ડ પધરાવી દેતો હતો અને બાદમાં બીજા એટીએમ સેન્ટરમાં જઈને પૈસા ઉપાડી લેતો હતો. વધુમાં આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની સામે ભૂતકાળમાં ઉતર પ્રદેશમાં ૪ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે લોકોને અપીલ કરી હતી કે જયારે પણ એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા માટે જાવ ત્યારે પોતાની પાછળ કે નજીકમાં કોઈ ઉભા ન રહે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

 

આ પણ વાંચો- ભાઇએ રક્ષાબંધન પર આવવાનો વાયદો કર્યો હતો, કહ્યું હતું ‘બહેન તારી આંખમાં આસું ક્યારેય નહીં આવવા દઉં’

 

Tags :
ATM card nearbyFraudGIDC PoliceSuratVareli
Next Article