Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : હવે નકલી એન્ટી કરપ્શન પોલીસ પણ ઝડપાઇ

બારડોલી રૂરલ પોલીસે નકલી એન્ટી કરપ્શન પોલીસને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે તેમજ બે મોબાઈલ, એક ઇકો ગાડી સહીત ૨.૧૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ પોલીસને માહિતી મળી હતી કે...
surat   હવે નકલી એન્ટી કરપ્શન પોલીસ પણ ઝડપાઇ

બારડોલી રૂરલ પોલીસે નકલી એન્ટી કરપ્શન પોલીસને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે તેમજ બે મોબાઈલ, એક ઇકો ગાડી સહીત ૨.૧૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

Advertisement

મળતી માહિતી મુજબ પોલીસને માહિતી મળી હતી કે કડોદ ગામમાં કેટલાક ઈસમો નકલી એન્ટીકરપ્શન પોલીસ બની પૈસા ઉઘરાવે છે અને ન આપે તો ખોટા કેસમાં ફસાવી દઈશું તેમજ તડીપાર કરાવી દઈશું તેવી ધમકી આપી પૈસા પડાવે છે. માહિતીના આધારે પોલીસની ટીમ કડોદગામ જકાતનાકા પેટ્રોલપંપ પાસે પહોચી હતી જ્યાં બે ઈસમો એક ઇકો ગાડી ઉપર આગળના ભાગે એકતા એન્ટી કરપ્શન નામની પ્લેટ લગાવીને ઉભા હતા જેથી પોલીસે તેઓની પાસે ઓળખ કાર્ડ માંગતા તે બંને ઈસમોએ પોતાનું નામ સતીશ કુમાર બીપીનભાઈ ગામીત તથા મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું તેમજ એકતા એન્ટી કરપ્શન સંસ્થાના માણસો હોવાનું જણાવ્યું હતું.

Advertisement

તેમજ ઇકો ગાડીના આગળના ભાગે EKTA ANTI CORRUPTION  નામની પ્લેટ લગાવી હતી તેમજ આગળના કાચ ઉપર  INDIA NON JUDICAL  નામની પ્લેટ લગાવી તેમજ લાલ કલરની રેડીયમ પટ્ટીથી REAL OWNER OF INDIA નું લેબલ તેમજ તેની બાજુમાં અશોક સ્થંભના લોગો વાળું સ્ટીકર લગાડ્યું હતું. જેથી પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ ઘટનામાં પોલીસે  સતીશ કુમાર બીપીનભાઈ ગામીત [ઉ.૪૦] અને મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવા [ઉ.૫૫] ની ધરપકડ કરી છે તેમજ બે મોબાઈલ ફોન, એક ઇકો ગાડી, આડ જાતની લાકડી અને EKTA ANTI CORRUPTION Govt.Approved Sanstha PRESIDENT OF SURAT DIST લખેલી પ્લેટ મળી કુલ ૨.૧૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અહેવાલ - ઉદય જાદવ 

આ પણ વાંચો -- SURAT : ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગારધામ ઉપર છાપો મારી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Tags :
Advertisement

.