Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : મોડી રાત્રે DGVCL કચેરીએ લોકોનો હોબાળો, કાળઝાળ ગરમીમાં વીજકાપથી લોકો હેરાન પરેશાન

મોડી રાત્રે DGVCL કચેરીએ લોકોનો હોબાળો કાળઝાળ ગરમી વચ્ચે DGVCL દ્વારા વીજકાપ કરતા સુરતના લોકો હેરાન-પરેશાન અમરોલી અને કાપોદ્રા વિસ્તારના લોકો DGVCL ઓફિસે ફોન કર્યો તો કર્મચારીઓ ફોન નથી ઉપાડતા છેલ્લા 10 દિવસથી બપોર દરમિયાન જ DGVCL દ્વારા બે...
surat   મોડી રાત્રે dgvcl કચેરીએ લોકોનો હોબાળો  કાળઝાળ ગરમીમાં વીજકાપથી લોકો હેરાન પરેશાન
  • મોડી રાત્રે DGVCL કચેરીએ લોકોનો હોબાળો
  • કાળઝાળ ગરમી વચ્ચે DGVCL દ્વારા વીજકાપ કરતા સુરતના લોકો હેરાન-પરેશાન
  • અમરોલી અને કાપોદ્રા વિસ્તારના લોકો DGVCL ઓફિસે ફોન કર્યો તો કર્મચારીઓ ફોન નથી ઉપાડતા
  • છેલ્લા 10 દિવસથી બપોર દરમિયાન જ DGVCL દ્વારા બે થી ત્રણ કલાક વીજ કાપ કરતા લોકો પરેશાન

સમગ્ર ગુજરાતભરમાં આકાશમાંથી અગનગોળો વરસી રહ્યો હોય તેવી ભયંકર ગરમી પડી રહી છે. આવી ગરમીમાં લોકોને ઘરમાં રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ ઘરમાં જ જો લાઇટ ન હોય તો લોકો કેવી રીતે આ સમયમાં ગરમી સામે રાહત મેળવે. સુરતમાં હવે આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં વીજકાપ થતા લોકોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગરમીથી પરેશાન લોકોએ અંતે મોડી રાત્રે DGVCL કચેરીએ હોબાળો મચાવ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

Advertisement

લોકો કર્મચારીને પૂછવા જતા કર્મચારીઓ ભાગી છૂટ્યા

કાળઝાળ ગરમી વચ્ચે DGVCL દ્વારા વીજકાપ કરતા સુરતના લોકો હેરાન-પરેશાન થયા છે. જેના કારણે મોડી રાત્રે DGVCL કચેરીએ લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકો કચેરીએ પહોંચતા કર્મચારી ભાગી છૂટયા હતા. મામલો એ સુધી પહોંચ્યો હતો કે અંતે પોલીસે આવીને મામલો ઠારે પાડવો પડ્યો હતો. સમગ્ર ઘટના એમ છે કે, અમરોલી અને કાપોદ્રાના સ્થાનિક લોકો તેમના વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી બપોર દરમિયાન જ DGVCL દ્વારા બે થી ત્રણ કલાક વીજ કાપ કરતા તેઓ પરેશાન થઈ ગયા હતા. અંતે તેઓ જ્યારે પોતાની ફરિયાદ લઈને DGVCL પહોંચ્યા હતા. આ ઘટનાનો વિડીયો બનાવીને એક સ્થાનિકે પોતાની આપવીતી સંભળાવી હતી.

Advertisement

ભીષણ ગરમીના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં રાજ્યમાં ભીષણ ગરમીના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યાં છે. તકેદાકીના ભાગરૂપે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. કારણે કે, આવી ગરમીમાં કામ કરવાથી મજૂરોના સ્વાસ્થ્યને ભારે અસર થઈ શકે છે. ગરમી એવી છે કે, ઘરની બહાર નીકળી શકાય તેમ નથી તો પછી કામ કેવી રીતે કરી શકાય? તેથી બપોરે કામ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad Heat Wave: ગુજરાતમાં સૂર્યનારાયણ થયા કોપાયમાન, અમદાવાદમાં ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

Advertisement

Tags :
Advertisement

.