Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: હોમ ડિલિવરી કરવા આવેલા વિધર્મી યુવકે કરી યુવતીની છેડતી, રહીશોએ ચખાડ્યો મેથીપાક

રાજ્યમાં વિધર્મી યુવકોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. સુરતમાં પણ વિધર્મી યુવકના કારસ્તાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને ઇન્ટરનેટ પર થતી ખરીદીને લઈને આજકાલ હોમ ડિલિવરીનું પ્રમાણ ખાસું વધી ગયું છે. ત્યારે હોમ ડિલિવરી કરવા...
surat  હોમ ડિલિવરી કરવા આવેલા વિધર્મી યુવકે કરી યુવતીની છેડતી  રહીશોએ ચખાડ્યો મેથીપાક

રાજ્યમાં વિધર્મી યુવકોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. સુરતમાં પણ વિધર્મી યુવકના કારસ્તાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને ઇન્ટરનેટ પર થતી ખરીદીને લઈને આજકાલ હોમ ડિલિવરીનું પ્રમાણ ખાસું વધી ગયું છે. ત્યારે હોમ ડિલિવરી કરવા આવનારાથી સાવધાન રહેવું પડે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ કંઈક સામાન મગાવ્યો હોય છે. જોકે હોમ ડિલિવરી કરવા આવનારાએ યુવતીની એકલતાનો લાભ લઈને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આસપાસના લોકોએ આ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

Advertisement

યુવતીએ બૂમાબૂમ કરી હતી
સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગરમાં રહેતી યુવતીએ ઇન્ટરનેટના માધ્યમથી સામાન મગાવ્યો હતો. આ સામાન આપવા આવનારે યુવતીની એકલતાનો લાભ લઈને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ બૂમાબૂમ કરી હતી અને આસપાસમાંથી લોકોને એકઠા કરી લીધા હતા. તેથી યુવતીનો બચાવ થયો હતો અને એકઠા થયેલા લોકોએ યુવકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.

યુવકને પોલીસ હવાલે કરાયો
છેડતીનો પ્રયાસ થતાં જ યુવતીએ બૂમાબૂમ કરી મૂકી જેથી આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થયા અને યુવકને પકડીને સૌપ્રથમ માર માર્યો બાદમાં પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જેથી પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવકને સાથે લઈ ગયા હતા. બીજી તરફ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો યુવતીની હિંમતને બિરદાવી રહ્યા છે

Advertisement

આ પણ  વાંચો -અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય, ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

Advertisement

Tags :
Advertisement

.