Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: મોબાઈલ ટાવરના કિંમતી પાર્ટ ચોરીના આંતરરાજય નેટવર્કનો પર્દાફાશ, 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surat: સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. સુરત (Surat)જિલ્લામાં તાજેતરમાં માંડવી તથા કડોદરા વિસ્તારમાંથી મોબાઈલ ટાવર ઉપરથી ખુબ જ કિંમતી SFP કાર્ડની ચોરીના ગુનાઓ બન્યા હતા. જેને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન...
surat  મોબાઈલ ટાવરના કિંમતી પાર્ટ ચોરીના આંતરરાજય નેટવર્કનો પર્દાફાશ  1 41 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surat: સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. સુરત (Surat)જિલ્લામાં તાજેતરમાં માંડવી તથા કડોદરા વિસ્તારમાંથી મોબાઈલ ટાવર ઉપરથી ખુબ જ કિંમતી SFP કાર્ડની ચોરીના ગુનાઓ બન્યા હતા. જેને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો કામિલરઝા અંસારી સમગ્ર ભારતમાંથી તેના સાગરીતો સાથે અલગ અલગ જગ્યાએ મોબાઈલ ટાવર ઉપરથી ખુબ જ કિંમતી ઇલેક્ટ્રિક SFPકાર્ડ નામના પાર્ટની ચોરી કરાવી જે ચોરી કરેલો માલ દિલ્હી ખાતે અર્જુન પાલ નામના ઈસમને સપ્લાય કરે છે. સુરત (Surat) જિલ્લાના વિસ્તારમાંથી કિમતી પાર્ટની ચોરીઓ થઇ હતી. તે પણ કામીલરાજા અંસારીએ તેના સાગરીતો સાથે કરી છે. બાતમીના આધારે સુરત જિલ્લા એલસીબી (Surat District LCB) પોલીસની ટીમ દિલ્હી ખાતે સરિતા વિહાર વિસ્તારમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસને સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાંથી ચોરી કરી ભેગો કરેલો મોબાઈલ ટાવરમાં ઉપયોગ કરવામાં આવતા SFP કાર્ડ તથા અન્ય કિંમતી પાર્ટનો જથ્થો મળી આવતા કબજે કરી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.

Advertisement

કિંમતી પાર્ટની ચોરી કરાવી દિલ્હી ખાતે સપ્લાય કરતા

આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી કામીલ રઝા અંસારી તેના સાગરીતો સાથે મોબાઈલ ટાવર ઉપરથી કિંમતી પાર્ટની ચોરી કરાવી દિલ્હી ખાતે સપ્લાય કરતો હતો. જેથી આરોપી બાબતે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી કમીલરઝા અંસારી તેના સાગરીતો મોબાઈલ ટાવર ઉપરથી ચોરી કરેલા SFP કાર્ડનો જથ્થો આપવા માટે ઉંભેળ ગામના ઓવરબ્રિજ પાસે ભેગા થયા હતા. તે દરમિયાન પોલીસે દરોડો પાડી ને.હા. 48 ઉપરથી મુખ્ય સૂત્રધાર કામીલ રઝા મોહમદ નૌસદ આલમ અંસારી તથા તેના ત્રણ સાગરીતોને અલગ અલગ જગ્યાએથી મોબાઈલ ટાવર ઉપરથી ચોરી કરેલા SFPકાર્ડ ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

પોલીસે મુખ્ય સૂત્રધાર ક્મીલરઝા મો.નૌસદ આલમ અંસારી, તેમજ શિવસાગર સુનીલકુમાર નિશાદ, નીતેશ જયરામસિંહ બઘેર અને શશીકુમાર ઉર્ફે કુલદીપ દેવનાથ મહંતોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર ક્મીલરઝા મો.નૌસદ આલમ અંસારી મોબાઈલ ટાવરની કંપનીના ફિલ્ડમાં એન્જિનિયર તરીકે કામ કરતો હોવાથી તેના સાગરીતો સાથે તથા મારફતે સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાંથી મોબાઈલ ટાવરોમાં કિંમતી પાર્ટ ચોરીઓ કરાવી દિલ્હી ખાતે અર્જુનપાલ સિંગ તથા અવિનાશ પાલ નામના આરોપીઓને સપ્લાય કરતો હતો. જેમાં ગુજરાત રાજ્યમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં કડોદરા તથા માંડવી તથા વાઘોડિયા તથા મુન્દ્રા વિસ્તારમાંથી SFP કાર્ડનો જત્થો ચોરી કરી હતી. આ સાથે મધ્યપ્રદેશ રાજ્યમાં ઇન્દોર અને ભોપાલ વિસ્તારમાંથી તથા મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી તથા કોલકતા, બેંગ્લોર, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ વિગેરે અલગ અલગ રાજ્યોમાંથી કિંમતી પાર્ટ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે મળી આવેલા મુદામાલ જપ્ત કરી સુરતના માંડવી, કડોદરા તથા મુન્દ્રા પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

ઇન્દોરમાંથી કુલ 25 થી 30 SFP કાર્ડની ચોરીઓ કરી

માંડવી, કડોદરા તથા મુન્દ્રા પોલીસ મથક આ સિવાય વડોદરાના વાઘોડિયા વિસ્તારમાંથી 2 SFP કાર્ડની ચોરી કરી હતી. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ વિસ્તારમાંથી 2 SFP કાર્ડની ચોરી કરી છે. મહારાષ્ટ્રમાં સોલાપુર વિસ્તારમાંથી કુલ 4 SFP કાર્ડની ચોરીઓ કરી છે. મધ્યપ્રદેશમાં ભોપાલ વિસ્તામાંથી કુલ 40 થી 45 અને ઇન્દોર વિસ્તારમાંથી કુલ 25 થી 30 SFP કાર્ડની ચોરીઓ કરી છે. આ સિવાય રાજસ્થાન રાજ્યમાં રોહિતપાલ નામના ઇસમે દ્વારા અલગ અલગ જગ્યાએ મોબાઈલ ટાવર ઉપરથી 20 SFP કાર્ડની ચોરી કરી આપતા દિલ્હી ખાતે સપ્લાય કરેલ છે. આ સિવાય હરિયાણા, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, કોલકાતા, તેલંગાણા અને બેંગ્લોર રાજ્યમાં અલગ અલગ ઈસમો દ્વારા અલગ અલગ જગ્યાએથી મોબાઈલ ટાવર ઉપરથી કિંમતી પાર્ટ ચોરી કરી દિલ્હી ખાતે સપ્લાય કરેલ છે જે બાબતે વધુ તપાસ ચાલુ છે.

1 કરોડ 41 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા SFP કાર્ડ ટેલીકોમ કંપનીના ટાવરના ડેટા સેન્ટરમાં એક ટાવરથી બીજા ટાવર સુધી ગ્રાહકોની કનેક્ટીવીટી માટે ઉપયોગ થાય છે. જેથી આ SFP કાર્ડ કંપની દ્વારા વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે જેમાં પકડાયેલા આરોપીઓ ટેલીકોમ કંપનીમાં જ ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હોવાથી આ SFP કાર્ડ ખુબ જ કિંમતી હોય અને તેના ઉપયોગ બાબતે માહિતગાર હતા. જેથી મુખ્ય સુત્રધાર આરોપી કામીલરઝા અંસારી તેની સાથે સંપર્ક ધરાવનાર સાગરીતોને કંપની તરફથી સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યમાં કામ ઉપર મોકલાવે ત્યાંથી કિંમતી પાર્ટની ચોરી કરાવી દિલ્હી ખાતે વોન્ટેડ આરોપી અર્જુનપાલ સિંગએન કુરિયરમાં મોકલી આપતો હતો. જેથી અર્જુનપાલ સિંગ SFP કાર્ડ દિધ નક્કી કરેલા પૈસા યુપીઆઈ માધ્યમથી મોકલી આપતો હતો આમ આંતરરાજ્ય મોબાઈલ ટાવર ચીફ ચોરી નો સુરતની ગ્રામ્ય એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 04 આરોપીઓની ધરપકડ કરી 1 કરોડ 41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અહેવાલઃ ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો: Gandhinagar: અસમાજિક તત્વોએ હોટલમાં કર્યું અંધાધૂન ફાયરિંગ? પોલીસે આપી ઘટનાની સાચી વિગત

આ પણ વાંચો: Gujarat: સ્માર્ટ સિટી અમદાવાદમાં ભરાયા વરસાદી પાણી, રાજ્યમાં 127 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ

Tags :
Advertisement

.