Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : સુરતમાં તાવના કારણે આઠ માસની માસુમ બાળકીનું મોત, પરિવારે ઉઠાવ્યા સવાલ

અહેવાલ -  રાબિયા સાલેહ સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે, વધુ એક બાળકીનું તાવના કારણે મોત સામે આવ્યું છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની આઠ માસની નાની માસુમ બાળકીનું રોગચાળામાં મોત નીપજ્યું છે. તાવમાં સપડાયા બાદ સારવાર દરમિયાન બાળકીના...
surat   સુરતમાં તાવના કારણે આઠ માસની માસુમ બાળકીનું મોત  પરિવારે ઉઠાવ્યા સવાલ
અહેવાલ -  રાબિયા સાલેહ
સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે, વધુ એક બાળકીનું તાવના કારણે મોત સામે આવ્યું છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની આઠ માસની નાની માસુમ બાળકીનું રોગચાળામાં મોત નીપજ્યું છે. તાવમાં સપડાયા બાદ સારવાર દરમિયાન બાળકીના મોત થયું હોવાનું તબીબ એ જણાવ્યું હતું,બાળકીને તાવ આવતા પરિવાર દ્વારા ઘર નજીક આવેલા દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબ દ્વારા બાળકીને તપાસી તાવ હોવાનું કહી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, આ અંગે બાળકીની માતા એ જણાવ્યું હતું કે બાળકીને ઇન્જેક્શન આપ્યા બાદ તેનું શરીર કાળુ પડી ગયું હતું અને ત્યાર બાદ માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકી બેભાન થઈ જતાં બાળકીના પરિવારજનો વધુ સારવાર માટે તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબો એ બાળકીને મૂત જાહેર કરી હતી, જે બાદ શ્રમજીવી પરિવાર પર આભ તુટી પડ્યું હતું.
પરિવાર દ્વારા ઘટનાની જાણ પોલીસને કરાઇ હતી જે બાદ ગોડાદરા પોલીસે દ્વારા બાળકીના મોતનું કારણ જાણવા નવી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ બાળકીના મોતનું સચોટ કારણ બહાર આવશે. બાળકીના મોત બાદ અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે સુરત શહેરમાં અનેક સ્થળો ઉપર બિલાડીના ટોપની માફક ઝોલા છાપ ક્લિનિક જોવા મળી રહ્યા છે. છતાં સુરત જિલ્લાનું આરોગ્ય વિભાગ કુંભકરણની નિંદ્રામાં હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે. હાલ કહી શકાય છે કે, તંત્રની આળસ અને બેજવાબદારીના કારણે આઠ માસની બાળકી મોતને ભેટી છે. નકલી કહો કે ઝોલછાપ તબીબ તમામના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને મૂળ આંધ્ર પ્રદેશના વતની એવા રાજકુમાર વેડાપલ્લીની માસુમ આઠ મહિનાની બાળકી વેદાંશી છેલ્લા બે દિવસથી તાવમાં સપડાય હતી. જેના કારણે માતા નજીકમાં આવેલા દવાખાને સારવાર અર્થે લઈ ગઈ હતી.આ અંગે વધુમાં માતાએ કહ્યું હતું કે -  બાળકીને તાવ આવતા તેની બે દિવસ સારવાર કરાવ્યા બાદ તેની તબિયત સુધારા પર આવી હતી. પરંતુ ત્યારબાદ અચાનક બાળકીની તબિયત વધુ લથડતા ફરી ઘર નજીકના ખાનગી ક્લિનિક લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીને ઇન્જેક્શન અને સીરપ આપવામાં આવી હતી. જે બાદ શરીરના ભાગે ઇન્જેક્શન આપતા શરીર કાળું પડવા માંડ્યું હતું.જેથી બાળકીને ફરી એક વખત માતા સારવાર અર્થે ક્લિનિક લઈ દોડી હતી. પરંતુ તે બાદ તબિયત સુધરી પણ હતી ,ઇન્જેક્શન બાદ બાળકીનું શરીર ધીરે ધીરે કાળું પડવા લાગતા પરિવારજનો બાળકીને વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ માસુમ બાળકીને તપાસી મૃત જાહેર કરી હતી.
બાળકીના મોતના પગલે પરિવારમાં માતમ છવાયું હતું, બાળકીના મોત અંગે પરિવારજનો દ્વારા ખાનગી ક્લિનિકના તબિયત સામે બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તબીબ દ્વારા આપવામાં આવેલા ઇન્જેક્શનના કારણે બાળકીનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપ પરિવારે કર્યા હતા.પરિવાર એ કરેલા આક્ષેપોના પગલે પોલીસ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બાળકીનું મોત ક્યાં કારણસર થયું છે,તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાર જોવાઈ રહી છે. જ્યાં પોસ્ટ માતમ રિપોર્ટ આવ્યા બાદ બાળકીના મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.
Advertisement
Tags :
Advertisement

.