Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત: ક્રાઈમ બ્રાંચે ચોક બજારમાં ચોરીની બે કાર સાથે આરોપીને ઝડપી લીધો

અહેવાલ -રાબિયા સાલેહ, સુરત સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક બજાર ખાતે ચોરીની બે કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતાં ખુદ સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારી ઓ પણ ચોંકી ઉઠ્યા હતા,સાવ લઘર વઘર દેખાતો કુખ્યાત...
સુરત  ક્રાઈમ બ્રાંચે ચોક બજારમાં ચોરીની બે કાર સાથે આરોપીને ઝડપી લીધો

અહેવાલ -રાબિયા સાલેહ, સુરત

Advertisement

સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક બજાર ખાતે ચોરીની બે કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતાં ખુદ સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારી ઓ પણ ચોંકી ઉઠ્યા હતા,સાવ લઘર વઘર દેખાતો કુખ્યાત ચોર ગુજરાત - મહારાષ્ટ્રમાં ૩૧ ગુન્હાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, આરોપી ચોરી કર્યા બાદ અયાંશી કરતો હતો અને નશા નો આધી હોવાથી ચોરી ના રવાડે ચડી ગયો હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે..

Advertisement

સુરત શહેરમાં વાહન ચોરીના ગુન્હાને ડામવા માટે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ચોક બજાર માં મહારાષ્ટ્રથી ચોરી કરવા આવેલ હોન્ડા સીટી અને હોન્ડા એકોર્ડ કાર સાથે મુંબઈ ખાતે રહેતો જુનૈદ ઉર્ફે બામબૈયા ઉર્ફે બાવા યુનુસ શેખ સંતાયો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ ને મળી હતી,બાતમી ના આધારે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરીને આરોપીને બન્ને કાર સાથે ઝડપી પાડ્વામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપી પાસેથી ૧૦ લાખ રૂપિયાની બન્ને કાર સહિત કારમાંથી ૧.૩૫ લાખ રૂપિયાનો અન્ય મુદ્દામાલ મળી આવતા ઝપટ કર્યો હતો.

Advertisement

મુંબઈ ના વી આઈ પી ચોર અંગે ક્રાઇમ બ્રાન્ચ પી આઇ લલીત વાગડીયા એ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપી જુનેદ યુનુસ શેખની પ્રારંભિક પૂછતાછ હાથ ધરવામાં આવી હતી જેમાં તેણે રાજ્યભરમાં કરેલા અને અન્ય રાજ્યમાં કરેલા ગુનાહો ની કબૂલાત કરી છે.જેમાં સુરતમાં બે, અમદાવાદ, વલસાડ, વડોદરામાં એક-એક અને મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, બાન્દ્રા, મલબાર હીલ્સ સહિત રાયગઢ, નવી મુંબઈ, મુલુંડ, નાસિક અને પુના - લોનાવાલા માં ૨૬ ગુન્હાઓ આચરવામાં આવ્યા હોવાની કબુલાત કરી હતી,આમ, ગુજરાત અને મહારાષ્ટ્ર માં ૩૧ ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપી ઝુનેદ શેખ પાસેથી પોલીસે મહારાષ્ટ્ર માંથી ચોરી કરવામાં આવેલ બન્ને લક્ઝુરિયસ કાર સહિત ચાર મોબાઈલ, ૧૦ હાર્ડડિસ્ક સહિત નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો,જો કે જુનેદ ચોરી કરતો હોય તેવા CCTV પણ સામે આવ્યા છે.

આરોપી ની મોડેસ ઓપેન્ડી વિશે પોલીસે કહ્યું હતું કે આરોપી ઝુનૈદ ર્મેનિગ વોકમાં નીકળેલા લોકો પર વોચ રાખીને નાગરિકો ને ટાર્ગેટ કરતો હતો, વોક પર આવેલા અને કારમાં ચાવી ભુલી જતાં હોય તેવા કારની આરોપી ચોરી કરતો હતો. આ સિવાય પાર્ક કરવામાં આવેલી કારના કાંચ તોડીને તેમાંથી મોબાઈલ, લેપટોપ અને રોકડ રકમ સહિત ની કિંમતી ચીજ વસ્તુઓની પણ ચોરી કરતો હતો.સુરત પોલીસથી બચવા માટે આરોપી છેલ્લા ત્રણ વર્ષથી હોટલ કે ઘરમાં રહેવાને બદલે ચોરી કરવામાં આવેલ કારમાં જ વસવાટ કરતો હતો.મહારાષ્ટ્રમાં મુંબઈ-થાણે સહિતના વિસ્તારો માં ઢગલાબંધ ગુન્હાઓમાં વોન્ટેડ આરોપી ખુબ જ શાતિર દિમાગનો હોવાનો સાથે સાથે રીઢો પણ છે,ભુતકાળમાં આરોપીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોતાની ઓળખ છુપાવવા માટે ફકીર જેવા વેશ ધારણ કરીને ગુજરાત , મહારાષ્ટ્ર અને રાજસ્થાન તથા કોલકાતાનીદરગાહો પર આશ્રય લેતો હતો,જેને પગલે સુરત પોલીસની રડારથી બચવા માટે આરોપી અત્યાર સુધી સફળ રહ્યો હતો.

કારમાં મુકવામાં આવેલ કિંમતી સામાનની ચોરી કરવામાં માસ્ટરી ધરાવતો આરોપી ઝુનૈદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાહન ચોરી અને વાહનોમાંથી કિંમતી માલ સામાનની ચોરીમાં કુખ્યાત છે,આરોપી ઝૂનેદ બે વર્ષ પૂર્વે મહારાષ્ટ્ર ના મુંબઈ અને થાણે વિસ્તારમાં યોજવામાં આવેલા મેરેથોનમાં એક સાથે ૪૦ કારના કાચ તોડીને ૩૦ લેપટોપ, ૪૦ મોબાઈલ ફોન સહિત કુલ્લે ૯.૫૦ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરીઓ કરેલ હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં આરોપી દ્વારા કારમાંથી ચોરી કરવામાં પાકિટ-મોબાઈલ ફોનમાંથી એટીએમ અને ડેબિટ કાર્ડનો પીન નંબર તેના પાકિટમાંથી શોધીને મોબાઈલ ફોનમાં OTP મેળવી પાસવર્ડ ચેન્જ કરી નાખતો હતો, ત્યાર બાદ આરોપી દ્વારા નવા પાસવર્ડના આધારે એટીએમમાંથી પણ રોકડ રકમ ઉપાડી લેતો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે આવેલો આરોપી ચોરી કર્યા બાદ મળેલા રૂપિયા માંથી અયાંશી કરતો હતો અને ડાન્સ બારમા પોહચી જતો હતો, અને ડાન્સ બારમા નશા કરવાની સાથે સાથે ડાન્સ બાર ની ડાન્સર ને સેટ કરી ને ફરવા પણ લઇ જતો હતો,આ રીઢો ચોર જુનેદ ઉર્ફે બમબૈયા ઉર્ફે બાવા સામે અગાવ 100 થી વધુ ગુના નોંધાયેલા છે અને હાલમાં મુંબઈ પોલીસ જેને શોધી રહી હતી એને સુરત પોલીસે દબોચી લીધો છે.

આ પણ  વાંચો- ગોંડલ: શ્રીઅક્ષરમંદીરનો 89 મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.