Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT : જીવલેણ અકસ્માતને રોકવા લેવાયો મહત્વનો નિર્ણય, આ 25 સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરાયા

સુરતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતાં સરવે કરી મહત્વનો નિર્ણય લેવાયો છે.ગ્રામ્ય વિસ્તારોમાં કોસંબા, કામરેજ, કડોદરા, પલસાણાનાં ૨૨ થી ૨૫ જેટલા સ્થળોને અકસ્માત ઝોન જાહેર કરાયા છે, સાથે જ બ્લેક સ્પોટ ઉપર જીવલેણ અકસ્માત રોકવા રોડ સેફટી કમિટી દ્વારા જરૂરી...
01:30 PM Oct 17, 2023 IST | Harsh Bhatt

સુરતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતાં સરવે કરી મહત્વનો નિર્ણય લેવાયો છે.ગ્રામ્ય વિસ્તારોમાં કોસંબા, કામરેજ, કડોદરા, પલસાણાનાં ૨૨ થી ૨૫ જેટલા સ્થળોને અકસ્માત ઝોન જાહેર કરાયા છે, સાથે જ બ્લેક સ્પોટ ઉપર જીવલેણ અકસ્માત રોકવા રોડ સેફટી કમિટી દ્વારા જરૂરી ફેરફારો કરવા અંગે નિર્ણય લેવાયો છે. વર્ષ ૨૦૨૦માં સુરત શહેર અને ગ્રામ્યમાં મળી અકસ્માતની સંખ્યા ૨૦ હતી, જે વધીને ૨૦૨૨માં ૨૫ ઉપર પહોંચી જતા હવે અક્સ્માત દ્વારા થતાં મોતનો સરવે જરૂરી બન્યો છે.

હાઇવે ઉપર અકસ્માત થવું એક સામાન્ય બાબત ગણવામાં આવે છે, પંરતુ સુરતના NH 48 ઉ૫ર તો જાણે અકસ્માત સ્પોટ એજ બન્યો હોય એ રીતના અક્સ્માતની સંખ્યા સામે આવી છે.હાઇવે પર થતા અકસ્માતોએ કેટલાય પરિવારોનો માળો વિખેરાઈ નાખ્યો છે. સમાન્ય ભાષામાં વાત કરીએ તો વાહન અકસ્માતોમાં મોટા ભાગના લોકો મોતને ભેટે છે, ત્યારે સુરત જિલ્લામાંથી પસાર થતાં NH 48 ઉ૫૨ પલસાણા ,કોસંબા, કડોદરા,કામરેજ અને ઓલપાડના અલગ અલગ ૨૨ થી રપ સ્થળોને રોડ સેફ્ટી કમિટીએ બ્લેક સ્પોટ એટલે કે અકસ્માત ઝોન તરીકે જાહેર કર્યા છે. જેની ખાસ નોંધ લેવામાં આવી રહી છે.

સુરતમાં જિલ્લા કહો કે સુરત શહેર આ તમામ સ્થળો એ અકસ્માતમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેના આંકડા સરવે દરમિયાન સામે આવ્યા છે. જેમાં સુરતના કામરેજ તાલુકામાં સૌથી વધુ 8 સ્થળ, પલસાણા માં 7, કડોદરા 3, કોસંબા 6 અને ઓલપાડમાં 1 અક્સ્માત ઝોન જાહેર કરાયો છે. 2020ની સાલમાં સુરત જિલ્લાના આ પાંચ તાલુકામાં 20 અકસ્માત ઝોન હતા. પરંતુ 2022માં તેની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે. જેથી હવે નેશનલ હાઈવે-48 ઉપર લોકો ને એલર્ટ રહેવા વાહન સાવચેતી થી ચલવવા માટે ઓન અપીલ કરાઇ છે. સૌથી વધુ અકસ્માત જે સ્થળે થઈ રહ્યા છે,

અકસ્માત થવાનું મુખ્ય કારણ આંતરિક રસ્તા અને હાઈવે ભેગાં થતા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સુરતમાં થતા અકસ્માતની ઘટના અટકાવવા માટે જરૂરી સુધારા-વધારા કરાશે, નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મળીને રસ્તા પરના સર્કલની ડિઝાઈનથી બદલવા અથવા સર્કલ નાના કરવાથી માંડીને સર્વિસ રોડ બનાવવા જેવા સુધારાનો નિર્ણય લેવાયો છે.

રોડ સેફ્ટિ કમિટીએ જાહેર કરેલા અકસ્માત ઝોન એટલે કે બ્લેક સ્પોટ પર સૌથી વધુ 8 ઝોન માંથી કામરેજ તાલુકામાં સૌથી વધુ અક્સ્માત થાય છે. કામરેજના ખોલવડ પાટિયા,પારડી, ઊભેળ ગામ,ધોરણ પારડી, નવી વાવ ગામ, ઉદ્યોગનગર, વગેરે પર થી વાહન લઈને પસાર થાવ તો ચોક્કસપણે સાવચેતી રાખજો જેવી આપ કરવામાં આવી છે.

રોડ સેફ્ટિ કમિટીએ સુરત જિલ્લાના મોટાભાગના વિસ્તારોને અકસ્માત ઝોન જાહેર કર્યા છે. બ્લેક સપોર્ટ એટલા માટે જેનાથી લોકોને જાણ થાય કે સુરત જિલ્લા માં સૌથી વધુ અકસ્માત કામરેજ માં થયા છે. તેવી જ રીતે પલસાણાના કરણ,પલસાણા ચાર રસ્તા, તરાજ, શીવશક્તિ હોટલ, ખાટું શ્યામ મિલ અને બગુમરા નહેર વિસ્તારને બ્લેક સ્પોટ જાહેર કર્યો છે.જેથી ત્યાં સાવચેતી રાખવી જરૂરી બન્યું છે.

આ પાંચ સ્થળે અકસ્માત થઈ રહ્યા છે

પલસાણા તાલુકામાં કરણ, પલસાણા ચાર રસ્તા, તરાજ, SD જૈન ઇન્ટરનેશનલ, સ્કૂલશિવશક્તિ હોટલ, ખાટુ શ્યામ મિલબગુમરા નહેર (જોળવા પાટિયા)

કડોદરામાં નિલમ હોટલ સામે, ચલથાણ ચોખીધાનીકડોદરા ચોકડી (ગબ્બરમાતા મંદિર)

કામરેજ તાલુકામાં ધોરણ પારડી, નવી પારડીખોલવડ પાટિયાદાદા ભગવાન મંદિર. વાવ ગામકોસમાડા પાટિયા, વલથાણ નહેર, ઉભેળ ગામ,

ઓલપાડ તાલુકા માં માસમા પાટિયા

કોસંબા ગામે પાલોદ, કોસંબા બ્રિજધામદોડમોગલધામ મંદિર પીપોદરામોટા બોરસરા

વીતેલા છ વર્ષમાં અકસ્માત અને મોતની સંખ્યા

વર્ષ - અકસ્માતમાં થયેલ મોત
૨૦૧૭-૧૬૫-૯૯
૨૦૧૮-૧૯૮-૧૨૫
૨૦૧૯-૧૨૦ -૮૫
૨૦૨૦- ૯૯-૫૪
૨૦૨૧-૧૦૫-૫૬
૨૦૨૨-૧૦૫-૮૯

કામરેજના આ સ્થળ પરથી પસાર થાવ તો સાવચેતી રાખો જેવી અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો -- Ahmedabad : ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો આજથી શુભારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

 

 

 

 

 

 

Tags :
AccidentACCIDENT SPOTBLACK SPOTImportantROAD SAFETYsafetySurat
Next Article