Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત: પાસોદરાખાતે સર્વ સમાજની બેઠકનું આયોજન

અહેવાલ - ઉદય જાદવ , સુરત  સરદાર પટેલ સેવા દળની આગેવાનીમાં સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કમિટીની રચના કર્યા બાદ ૧૮૨ ધારાસભ્ય અને ૨૬ સાંસદોને કમિટી રૂબરૂ મળીને લવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત કરવામાં...
સુરત  પાસોદરાખાતે સર્વ સમાજની બેઠકનું આયોજન

અહેવાલ - ઉદય જાદવ , સુરત 

Advertisement

સરદાર પટેલ સેવા દળની આગેવાનીમાં સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કમિટીની રચના કર્યા બાદ ૧૮૨ ધારાસભ્ય અને ૨૬ સાંસદોને કમિટી રૂબરૂ મળીને લવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત કરવામાં આવી હતી.જે બાદ પણ કોઈ નિકળ નહીં આવતા સર્વ સમાજને સાથે રાખીને સરકાર સામે આંદોલનની ઓન ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

સર્વે સમાજની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Advertisement

સરદાર પટેલ સેવા દળ, એસ.પી.જી(SPG) ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પ્રમુખ દ્વારા થોડા મહિના અગાઉ લવ મેરેજ એક્ટમાં સુધારા કરવામાં આવે તે પ્રકારની રજુઆત કરવામાં આવી છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.ત્યારે સુરતના પાસોદરા ખાતે સર્વે સમાજની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.SPG ગૃપ દ્વારા ચિંતન શિબિરમાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા,SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ,કરણી સેનાના રાજ સેખાવત સહિત ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચિંતન બેઠક મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે.જેમાં જેતે ગામમાં સ્થળે જ લગ્ન નોંધણી,લગ્ન નોંધણીમાં જેતે પોલીસનું વેરિફિકેશન,તલાટીથી લઈ મામલતદાર સુધીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ખાસ પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજિયાત સહી માટે માંગણી કરવામાં આવી છે.

કમિટી નક્કી કરશે તે રીતે આંદોલન કરાશે

Advertisement

લાલજી પટેલ સહિત કરણી સેનાના રાજ શેખવત સહિતના વિવિધ સમાજ દ્વારા એકસુરે સહમતી દર્શાવી હતી કે માંગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી ઉચ્ચારી છે.દીકરી લગ્ન કરે તેનો વાંધો નથી પરંતુ દીકરી માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે.ભૂતકાળમાં પણ કાયદાના સુધારો કરવાના આવ્યો છે.અમે પ્રેમલગ્નના વિરોધી નથી પણ અમે દીકરી ખોટી વ્યક્તિને પસંદ કરે એના વિરોધી કરી રહ્યા હોવાનું જણાવ્યા હતું.મીડિયા સંબંધતા વિગતો આપી હતી કે 4130 જેટલા ખોટા લગ્નો થયા છે.અને જેને લઈને આજે દરેક સમાજના લોકોએ ચિંતા કરી છે.કમિટી દ્વારા મુખ્યમંત્રી અને કાયદામંત્રીને મળીશે.કમિટી નક્કી કરશે એ રીતે આંદોલન કરાશે,182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશે.26 સાંસદોને પણ મળી તેમનું સમર્થન લેવાશે જેથી ગાંધીનગર લ ને દિલ્હી સુધી માંગ પહોંચાડી શકાય.

સર્વ સમાજની યોજાયેલ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ,આહીર સમાજ,પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ,આદિવાસી સમાજ સહિત વિવિધ ૩૨ સમાજના અગ્રણીઓ રહ્યા હાજર હતા.

આ પણ વાંચો - મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક

Advertisement

.