Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકોમાં સારા સંસ્કાર સિચવા અનોખો પ્રયાસ કરાયો

અહેવાલ - રાબીયા સાલેહ  અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકોમાં સારા સંસ્કાર સિચવા અનોખો પ્રયાસ કરાયો છે. દિવ્યાંગ બાળકોના સર્વાંગીણ માનસિક તનાવને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ બાળકોની સેવા કરતા જીત વ્યાસ દ્વારા કરવામાં આવ્યો છે. સુરતના સ્લાબત પૂરા...
surat   અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકોમાં સારા સંસ્કાર સિચવા અનોખો પ્રયાસ કરાયો
અહેવાલ - રાબીયા સાલેહ 
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકોમાં સારા સંસ્કાર સિચવા અનોખો પ્રયાસ કરાયો છે. દિવ્યાંગ બાળકોના સર્વાંગીણ માનસિક તનાવને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ બાળકોની સેવા કરતા જીત વ્યાસ દ્વારા કરવામાં આવ્યો છે.
સુરતના સ્લાબત પૂરા વિસ્તાર ખાતે દિવ્યાંગ બાળકો,અંધ બાળકો અને મુખ બધિર બાળકોમાં સારી ઊર્જાનો વિકાસ થાય તે હેતુસર બાળકોને ગાયત્રી મંત્રોનો જાપ કરવામાં આવ્યો હતો.આ અંગે બાળકોની સેવા કરતા જીત વ્યાસ એ જણાવ્યું હતું કે સુરત શહેરની 11 સંસ્થાઓ સહિત રાજ્ય ના 12 જિલ્લાની 22 સંસ્થાઓમાં એક સાથે, એક સમયે બાળકોની શાળામાં જ ગાયત્રી મંત્રના વિવિધ પ્રકારે સાધના કરવાનું આયોજન કરાયું હતું. જેમાં એકી સાથે 1381 મનોદિવ્યાંગ બાળકો ગાયત્રીના સિદ્ધ સાધક અને યુગ દ્રષ્ટા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જીના સ્વરમાં એકી સાથે ગાયત્રી ધ્યાન સાધના કરી હતી. સાથે સાથે 578 પ્રજ્ઞા ચક્ષુ વિધાર્થીઓ ગાયત્રી જાપ ,અને 1039 મૂક બધિર બાળકો અને 271 શારીરિક વિકલાંગ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર લેખન કર્યું છે. વધુમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સભ્ય એ કહ્યું હતું કે સામન્ય બાળકો કરતાં આ બાળકોનું સિચન અલગ રીતે થતું હોય છે.
Image preview
દિવ્યાંગ બાળકોનો ઉછેર અને તેમનામાં સંસ્કારનું સિંચન કરવું ખુબજ અલગ હોય છે. આવા બાળકોને ગાયત્રી મંત્રની શકતી મળે એમના વિચારોમાં બદલાવ આવે તેવા પ્રકારનો પ્રયાસ કરાયો.  દિવ્યાંગોને આધ્યાત્મિક માર્ગે લઈ જઈ તેમનામાં આત્મવિશ્વાસ વધારવાનો સુરતની ખાનગી સંસ્થામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ બાળકોમાં પ્રેમના આત્મિક વિકાસ માટે સતત સાધના કરવાની સુટેવ કેળવાય તે હેતુસર છેલ્લા કેટલાક સમયથી તેમને પ્રેક્ટિસ કરાવી આજે તેમને ગાયત્રી મંત્રનો જાપ કરવામાં સફળતા મળી છે. આ સાથે જ આ આયોજન વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્રારા રેકોર્ડ બનવા માટેના પણ પ્રયાસ કરાયા છે.
સામન્ય કરતા દિવ્યાંગ બાળકોની વિશ્વભરને ચિંતા સતાવતી રહે છે. પરંતુ, તેઓ સૌથી વધુ પ્રેમાળ હોય છે .  જેથી એવા બાળકોમાં પ્રેમના આત્મિક વિકાસ થાય અને સતત સાધના કરવાની સુટેવ તેમનામાં કેળવાય તે માટે એક સંનિષ્ઠ અને નમ્ર પ્રયાસ છે.  સુરતના નિવૃત્ત શિક્ષિકા હેમાંગીની દેસાઈ દ્વારા કરવામાં આવ્યો છે.
Image preview
દિવ્યાંગ બાળકોમાં કેટલીક કુદરતી ખોડ ખાંપણ હોવાનું તેમના વાલીઓ જણાવે છે. જેથી આવા બાળકો પર ઈશ્વરની વિશેષ કૃપા હોય છે. પરંતુ, સામન્ય બાળકોની જેમ તેમની કાર્યક્ષમતા નહિ હોવાને કારણે લોકો થી તેઓ દૂર રહે છે. આવા દિવ્યાંગ બાળકોને સમાજ ના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમની શક્તિ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
Advertisement
Tags :
Advertisement

.