ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : યુવક પર દીપડાએ કર્યો હુમલો અને પછી...

સુરત (Surat) જિલ્લામાં અવાર-નવાર દીપડા (Leopard) દેખાતા હોવાના અહેવાલો સામે આવતા રહે છે. ત્યારે આજે માંગરોળ તાલુકા (Mangarol taluka) માં એક દીપડા (Leopard) એ યુવક પર હુમલો (Attack) કર્યો હતો. જોકે સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે. યુવકને સારવાર અર્થે...
08:19 PM Mar 01, 2024 IST | Hardik Shah

સુરત (Surat) જિલ્લામાં અવાર-નવાર દીપડા (Leopard) દેખાતા હોવાના અહેવાલો સામે આવતા રહે છે. ત્યારે આજે માંગરોળ તાલુકા (Mangarol taluka) માં એક દીપડા (Leopard) એ યુવક પર હુમલો (Attack) કર્યો હતો. જોકે સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે. યુવકને સારવાર અર્થે હાલ હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીશા ગામે દીપડાએ યુવક પર હુમલો કર્યો હતો. પ્રકાશભાઈ ચૌધરી ઘરમાં હાજર હતા. ત્યારે દીપડો ઘરમાં ઘુસી ગયો હતો અને હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા. બીજી તરફ તેઓને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માહિતી મળતા વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી હતી અને દીપડાને પાંજરામાં પકડી લીધો હતો.

વાંકલ 108 ના EMT અધિકારીના જણાવ્યા મુજબ પ્રકાશભાઈ રાવાભાઈ ચૌધરીનું ખેતરમાં ઘર છે તેઓ ઘરે હાજર હતા. ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે તેઓની પત્નીએ દીપડાને માર્યો હતો. ત્યારે સદનસીબે પ્રકાશભાઈનો જીવ બચી ગયો છે. તેઓને ઝંખવાવ ખાતેથી પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. હાલ તેઓની તબિયત સુધારા પર છે. વધુમાં જણાવ્યું હતું કે, દીપડાએ હુમલો કરીને તેઓને પકડી લીધા હતા. તેઓના હાથમાં કોદાળી હતી જે દીપડાને મારતા દીપડાએ તેઓને છોડી દીધા હતા અને બાદમાં તેઓ દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા અને ઘર બંધ કરીને દીપડાને પૂરી દીધો હતો.

અહેવાલ - ઉદય જાદવ

આ પણ વાંચો - Surat : ભેસ્તાન વિસ્તારમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, CCTV ફૂટેજમાં કેદ થયા ઇસમો

આ પણ વાંચો - Hamil Mandukia : હેમિલનો મૃતદેહ ભારત પરત લાવવાની એમ્બેસીની પરિવારને ખાતરી! રશિયા-યુક્રેન યુદ્ધમાં થયું હતું મોત

Tags :
Attacked by a LeopardGujaratGujarat FirstGujarat NewsGujarati NewsleopardSuratSurat newsYoung Man
Next Article