Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: કીમમાં ટ્રેન ઉથલાવવાના કેસમાં 3 લોકોની ધરપકડ, થયો આ મોટો ખુલાસો

કીમમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર ખોટી વાહવાહી લૂંટવા કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું રેલવેના ત્રણ ટ્રેક મેનની સુરત જિલ્લા પોલીસે ધરપકડ કરી  Surat:કીમમાં ટ્રેન ઉથલાવવા(TrainIncident)ના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. ખોટી વાહવાહી લૂંટવા કાવતરું રચ્યું...
surat  કીમમાં ટ્રેન ઉથલાવવાના કેસમાં 3 લોકોની ધરપકડ  થયો આ મોટો ખુલાસો
  • કીમમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર
  • ખોટી વાહવાહી લૂંટવા કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું
  • રેલવેના ત્રણ ટ્રેક મેનની સુરત જિલ્લા પોલીસે ધરપકડ કરી 

Surat:કીમમાં ટ્રેન ઉથલાવવા(TrainIncident)ના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. ખોટી વાહવાહી લૂંટવા કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. કીમ રેલવે સ્ટેશન પાસે ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ બોગસ નીકળ્યું હોવાનું ખુલ્યું છે.

Advertisement

રેલવેના ત્રણ ટ્રેક મેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી

ઘટનાને લઈને રેલવેના ત્રણ ટ્રેક મેનની સુરત જિલ્લા પોલીસે પૂછપરછ કરી હતી અને ત્રણ પૈકીનો એક કર્મચારી કોન્ટ્રાક્ટ હેઠળનો હોવાનું સામે આવ્યું છે. રેલવેના ત્રણ ટ્રેક મેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પુછપરછ કરતા કહ્યું કે આ ઘટના બનતા અમે રોકી અને પ્રશંસા મેળવવા માટે આ કાવતરૂં રચ્યું હતું. ત્રણેય કર્મીઓને આશા હતી કે સરકાર તરફથી અને રેલવે તંત્ર તરફથી અમને ઈનામ મળશે, જેને લઈને આ પ્લાન રચ્યો હતો.

Advertisement

બે દિવસ પહેલા સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ ઘડ્યું હતું

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ ગયું હતું. અજાણ્યા શખ્સો દ્વારા આ કાવતરૂ કર્યું હોય તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. ફીશ પ્લેટ ખોલી નાખીને રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. ત્યારે રેલવે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને થોડાક કલાકોમાં તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -Surat પોલીસે અસામાજિક તત્વોને ભણાવ્યો મજબૂત પાઠ, લિંબાયતમાં કાઢ્યું સરઘસ

Advertisement

કાલિંદી એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર

8 સપ્ટેમ્બરે પણ રાત્રે 8.30 વાગ્યે કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો મોટો ખુલાસો થયો હતો. પ્રયાગરાજથી ભિવાની સ્ટેશન જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા LPG સિલિન્ડર સાથે ટ્રેન અથડાઈ હતી અને ત્યારબાદ મોટો જોરદાર અવાજ પણ થયો હતો. એટલું જ નહીં, સ્થળ પરથી પેટ્રોલ ભરેલી બોટલ અને ગન પાઉડર સાથે માચીસની સ્ટીક પણ મળી આવી હતી, તે પછી આ ઘટનાને લઈને આતંકવાદી ષડયંત્રના એંગલથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Surat: Navratri માં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે Police Alert

દેશ અને રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની અનેક ઘટનાઓ સામે આવી

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશ અને રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે અને જેને લઈને રેલવે તંત્ર સહિત અનેક અધિકારીઓ સર્તક છે અને આવા ઘટનાઓને અંજામ આપનારા તત્વો વિરૂદ્ધ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા રેલવે ટ્રેક પણ ગેસનો સિલિન્ડર મુકીને ટ્રેન ઉથલાવવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી.

Tags :
Advertisement

.