Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SUMMER HEATWAVE : હવે થઈ જાઓ સાવધાન! રાજ્યમાં હિટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં નોંધાયો વધારો

SUMMER HEATWAVE : રાજ્યમાં દિવસે દિવસે કાળઝાળ ગરમીનો પ્રકોપ હવે વધી રહ્યો છે. લોકો આ વધતી જતી ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રાજ્યમાં હિટવેવના કારણે હવે હિટ રીલેટેડ કેસોમાં વધારો થયો છે. આ હિટવેવની અસરના કારણે અત્યાર સુધી હિટ...
summer heatwave   હવે થઈ જાઓ સાવધાન  રાજ્યમાં હિટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં નોંધાયો વધારો
Advertisement

SUMMER HEATWAVE : રાજ્યમાં દિવસે દિવસે કાળઝાળ ગરમીનો પ્રકોપ હવે વધી રહ્યો છે. લોકો આ વધતી જતી ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રાજ્યમાં હિટવેવના કારણે હવે હિટ રીલેટેડ કેસોમાં વધારો થયો છે. આ હિટવેવની અસરના કારણે અત્યાર સુધી હિટ સ્ટ્રોકના 72 કેસ નોંધાયા છે. આ કેસમાં વધારા પાછળનું મુખ્ય કારણ સતત તાપમાનમાં થતા વધારાને માનવામા આવે છે.

Advertisement

HEATWAVE ના કારણે હિટ રીલેટેડ કેસોમાં વધારો

રાજ્યમાં મે મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આ ગરમીની અસર પણ હવે લોકો ઉપર દેખાવા લાગી છે. હિટવેવની અસરના કારણે  ઈલનેસના કેસોમાં વધારો નોધાયો છે. 17 એપ્રિલ બાદ કેસોમાં રોજના 70-80 કેસો નોંધાતા હતા, પરંતુ ગઇકાલે આ કેસનો આંકડો 100 ઉપર પહોંચ્યો છે.

Advertisement

Advertisement

16 મે -83 હિટસ્ટોક કેસ
17 મે -85 હિટસ્ટોક કેસ
18 મે 97 હિટસ્ટોક કેસ
19 મે -106 હિટસ્ટોક કેસ

આ શહેરોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

અસહ્ય ગરમીના કારણે અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ અને વડોદરા અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, આણંદ અને સુરેન્દ્રનગર, પોરબંદર,જૂનાગઢ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગરમીની અસરમાંથી આગામી 5 દિવસ લોકોને કોઇ જ રાહત મળવાની શક્યતા નથી.

રાજ્યમાં વીજ વપરાશ વધી ગયો

ભારે ગરમીના કારણે રાજ્યમાં વીજ વપરાશ વધી ગયો છે. ખાસ કરીને લોકો એસીનો સહારો લઇ રહ્યા છે જેના કારણે દિવસ દરમિયાન 24550 જેટવી વીજ ખપત રહી છે. જે સિઝનનો સૌથી વધુ વપરાશ છે.

આ પણ વાંચો : Rajkot : રાજ્યમાં ખેડૂતોને છેતરવાના કાવતરાંનો પર્દાફાશ

Tags :
Advertisement

Trending News

.

×