Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: ‘સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી’ ગણેશ ચતુર્થી તડામાર તૈયારીઓનો હવે આખરી ઓપ

ગોંડલમાં છેલ્લા 19 વર્ષથી મૂર્તિઓ બનાવે છે આ કલાકારો 40 સભ્યોનો પરિવાર એક સાથે મળી બનાવે છે મૂર્તિઓ વર્ષ દરમિયાન આ પરિવાર બનાવે છે 400 મૂર્તિઓ Gondal: ગુજરાતમાં મેઘરાજાના વધામણા સાથે જન્માષ્ટમીની ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં...
gondal  ‘સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી’ ગણેશ ચતુર્થી તડામાર તૈયારીઓનો હવે આખરી ઓપ
  1. ગોંડલમાં છેલ્લા 19 વર્ષથી મૂર્તિઓ બનાવે છે આ કલાકારો
  2. 40 સભ્યોનો પરિવાર એક સાથે મળી બનાવે છે મૂર્તિઓ
  3. વર્ષ દરમિયાન આ પરિવાર બનાવે છે 400 મૂર્તિઓ

Gondal: ગુજરાતમાં મેઘરાજાના વધામણા સાથે જન્માષ્ટમીની ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિઘ્ન હર્તા દેવ ગણેશજીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે.ગણતરી ના દિવસો બાદ ગણેશ ચતુર્થી આવી રહી છે.ત્યારે વિઘ્ન હર્તા ગણેશજીની આકર્ષક તેમજ બેનમૂન પ્રતિમાઓ તૈયાર થઇ રહી છે. કારીગરો પ્રતિમામાં જાણે પ્રાણ પૂરી રહ્યા હોઈ તેમ મૂર્તિઓ તૈયાર કરવા માં આવી રહી છે. જાણે ગામેગામ અને ઠેર-ઠેર શેરી ગલીઓમાં ગણપતિજીના પંડાલ પણ નાખવામાં આવશે.ત્યારે ગોંડલના વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવને લઇ ભારે તૈયારીઓ જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો: ACB Trap : ભ્રષ્ટાચારના નરેશને બચાવવાનો થયો હતો પ્રયાસ, કોણે બનાવ્યો નિષ્ફળ ?

Advertisement

નાની મૂર્તિ માટે 12 કલાક અને મોટી મૂર્તિ માટે 5 દિવસ લાગે છે

ગોંડલ (Gondal) શહેરમાં ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવાય તેવા શુભ આશયથી મૂર્તિકારોએ 1 ફૂટ લઈ 8 ફૂટની મૂર્તિઓ તૈયાર કરી દીધી છે, મૂર્તિકાર કાનભાઈ જણાવ્યું હતું કે, નાની એક મૂર્તિ બનવતા 10 થી 12 કલાક જેટલો સમય લાગે જયારે મોટી મૂર્તિ બનાવવા માટે 4 થી 5 દિવસ જેટલો સમય લાગે છે. આ માટે મૂર્તિમાં ચીનાઈ માટી, પી.ઓ.પી માટી, કાથીનો ઉપયોગ કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન નાની મોટી 400 જેટલી મૂર્તિઓ બનાવે છે. જે ગોંડલ (Gondal) તેમજ ગોંડલ તાલુકા ઉપરાંત જેતપુર, ધોરાજી, વેરાવળ, સોમનાથ, રાજકોટ, જસદણ અને સુરત સહિતના શહેરોમાંથી મૂર્તિઓ લેવા આવે છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot : સસ્પેન્ડેડ કોર્પોરેટરને સોંપેલી જવાબદારી મામલે BJP શહેર પ્રમુખે માગી માફી!

મૂર્તિમાં કલર કરતા 3 થી 4 કલાકનો સમય લાગે છે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મૂર્તિમાં કલર ફોરેસન કલર, મારુતિ ચમક વાળો કલરનો ઉપયોગ થાય છે. મૂર્તિમાં કલર કરતા 3 થી 4 કલાકનો સમય લાગે છે. ગોંડલ નેશનલ હાઇવે પર ન્યુ સરદાર માર્કેટિંગ યાર્ડની બાજુમાં ગણપતિ દાદાની મૂર્તિઓ બનાવતા કાનભાઈ વધુમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 19 વર્ષથી ગણેશજીની મૂર્તિઓ બનાવે છે. નાની મૂર્તિઓ બનાવવા થી શરૂઆત કરી હતી. જે અત્યારે 400 થી વધુ મૂર્તિઓ બનાવે છે. આ માટે ઘર પરિવારના તમામ સભ્યો પણ મદદ કરે છે પરિવારમાં 40 થી વધુ સભ્યો છે જેનું લાલન પાલન વર્ષ દરમિયાન 400 થી પણ વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિઓ બનાવી સખત મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

અહેવાલઃ વિશ્વાસ ભાજોણી, ગોંડલ

આ પણ વાંચો: VADODARA : વરસાદની આગાહીને પગલે આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કરાયા

Tags :
Advertisement

.