અહી વારલી શૈલીના ચિત્રકલાના માધ્યમથી કંડાર્યા રામયાણના અદભૂત ચિત્રો, વાંચો અહેવાલ
અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ આ પ્રસંગને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે 1 કિલોમીટર લાંબા કાપડ પર આદિવાસીઓની પરંપરાગત વારલી શૈલીના...
Advertisement
અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ આ પ્રસંગને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે 1 કિલોમીટર લાંબા કાપડ પર આદિવાસીઓની પરંપરાગત વારલી શૈલીના ચિત્રકળા માધ્યમથી રામાયણના વિવિધ પ્રસંગોને કંડારવામાં આવ્યા હતા.
વારલી શૈલીના ચિત્રકળા માધ્યમથી 1 કિલોમીટર લાંબા કાપડ પર રામાયણ કંડારી
મહત્વનું છે કે, અયોધ્યામાં પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ આ પ્રસંગને લઈ ઉત્સાહનો માહોલ છે.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા ધરમપુરના ભેંસદરામાં આદિવાસીઓની વારલી શૈલીના ચિત્રકળા માધ્યમથી 1 કિલોમીટર લાંબા કાપડ પર રામાયણના વિવિધ પ્રસંગોને કંડારવામાં આવ્યા હતા.
Advertisement
5,000 થી વધુ લોકોએ એક સાથે મળીને રામાયણના 60 થી વધુ પ્રસંગોને કંડાર્યા
ભેંસદરામા આવેલી શાળામાં વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી સુરતની એ. ડી. સોની ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ, ચિત્ર-શિક્ષકો, સ્થાનિક ચિત્રકારો સહિત 5,000 વધુ લોકોએ એક સાથે મળીને 1 કિલોમીટર લાંબા કાપડ પર આદિવાસી વારલી શૈલીના ચિત્રકળાના માધ્યમથી રામાયણના 60 થી વધુ પ્રસંગોને કુદરતી રંગોથી અંકિત કર્યા હતા.
1 કિલોમીટર લાંબા કાપડ પર રામાયણના જુદા-જુદા પ્રસંગો જેવા કે ભગવાન શ્રી રામનો જન્મ પ્રસંગ, તાડકા વધ, સીતામાતા સાથે વનવાસ નો પ્રસંગ, અયોધ્યા પરત આવવાનો પ્રસંગ, અશ્વમેઘ યજ્ઞ સહિતના પ્રસંગોને આદિવાસી વારલી શૈલી ના ચિત્રકળા માધ્યમથી દોરવામાં આવ્યા હતા.
જુદા-જુદા પ્રસંગોને કંડારીને દરેક પ્રસંગનું કેલિગ્રાફીથી નામ પણ લખાયું
વારલી શૈલીના ચિત્રકળાના માધ્યમથી 1 કિલોમીટર લાંબુ આ ચિત્ર બનવા પાછળનો હેતુ એ હતો કે જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સાથેજ રામાયણના પ્રસંગોમાં માતા સબરી સહિતના આદિવાસી પાત્રોનુ યોગદાન પણ જાણીતું છે. આથી આદિવાસીઓના પરંપરાગત એવા અનોખા વારલી શૈલીના ચિત્રકળાના માધ્યમ થી રામાયણના જુદા-જુદા પ્રસંગોને કાપડ પર અંકિત કરીને આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો હતો.
1 કિલોમીટર લાંબા કાપડ પર આદિવાસી વારલી શૈલીના ચિત્રકળામાં રામાયણના પ્રસંગોને કંડારવામાં આવ્યા હતા. સાથેજ બાળકો પણ આપણો ધર્મ જાણે, અને પ્રભુ શ્રીરામના જીવન અને તેમની લીલા થી પરિચિત થાય. અને ભગવાન શ્રી રામ અને રામાયણના અન્ય પાત્રો માંથી પ્રેરણા મેળવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.
સંભવિત રીતે આવું પ્રથમવાર બનશે અને રેકૉર્ડ થશે કે વારલી શૈલીના ચિત્રકળા માધ્યમથી રામાયણ ના જુદા-જુદા પ્રસંગોને 1 કિલોમીટર લાંબા કાપડ પર કંડારવામાં આવ્યા હોય. 1 કિલોમીટર લાંબા કાપડ પર રામાયણના જુદા-જુદા પ્રસંગોને કંડારીને દરેક પ્રસંગનું કેલિગ્રાફીથી નામ પણ લખવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના ધરમપુરના ભેંસદરામાં 1 કિલોમીટર લાંબા કાપડ પર રામાયણના પ્રસંગોને વારલી શૈલીના ચિત્રકળા દ્વારા કંડારવાનો આ પ્રયાસ એક અનોખો વિક્રમ છે. આ વિશ્વનુ પ્રથમ લાંબુ ધાર્મિક ચિત્ર હશે.
આ ચિત્રને સુરત સહિતના વિસ્તારોમાં લોક-દર્શન માટે પ્રદર્શિત કરવામાં આવશે અને ત્યાર બાદ અયોધ્યામાં મ્યુઝિયમમાં મૂકવામાં આવનાર છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં પણ આ ચિત્ર મોકલવામાં આવશે ત્યારે ધરમપુરની આ વારલી કળાને પણ દેશ વ્યાપી ખ્યાતિ મળશે.
અહેવાલ - રિતેશ પટેલ
આ પણ વાંચો -- નેત્રંગમાં કેજરીવાલે કરી આ મોટી જાહેરાત, વાંચો અહેવાલ
Advertisement