Gujarat: રાજ્યમાં તોફાની મેઘરાજાએ સર્જી તબાહી, જાણો ક્યાં કેટલો વરસ્યો મેઘો
- સવારથી જ રાજ્યના 242 તાલુકામાં વરસાદ નોંધાયો
- રાજ્યના 80થી વધુ તાલુકામાં 1થી 6 ઈંચ વરસાદ
- રાજકોટ શહેરમાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો
Gujarat: રાજ્યમાં તોફાની મેઘરાજાએ તબાહીની સ્થિતિ સર્જી છે, આજે સવારથી જ રાજ્યના 242 તાલુકામાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેર જળબંબાકારની સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કોટડાસાંગાણી અને લોધિકા વિસ્તારમાં પણ સવારથી સાત ઈંચ વરસાદ પડ્યો છે, જેનાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: Surendranagar: આંખના પલકારે પુલ થયો ધરાશાયી, ચોટીલા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહાણા
ચોટીલા અને ધોરાજી સહિતના વિસ્તારોમાં પણ 4-4 ઈંચ વરસાદ
આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની ભારે તીવ્રતા જોવા મળી રહી છે. ખંભાળિયા અને કલ્યાણપુરમાં 6-6 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગોંડલ, ભાણવડ, અને લાલપુરમાં 5-5 ઈંચ વરસાદ પડ્યો છે. જામનગર શહેર આખું જળતરબોળ થઈ ગયું છે, જ્યાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ચોટીલા અને ધોરાજી સહિતના વિસ્તારોમાં પણ 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. તે જ રીતે, રાણાવાવ, દ્વારકા, કાલાવાડ, જામકંડોરણ અને પોરબંદર જેવા સ્થળોએ પણ 4-4 ઈંચ વરસાદ જોવા મળ્યો છે.
રાજકોટમાં થયેલા ભારે વરસાદની તસવીર
આ પણ વાંચો: Gondal શહેર અને પંથકમાં 6 ઇંચ વરસાદ; જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો, જુઓ તસવીરો
રાજ્યના 80થી વધુ તાલુકામાં 1થી 6 ઈંચ સુધી વરસાદ
નાના વિસ્તારમાં, વાંકાનેર અને વિસાવદરમાં સાડા ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. મહુધા, મેંદરડા, કેશોદ અને વંથલીમાં 3-3 ઈંચ વરસાદ થયો છે. રાજ્યના 80થી વધુ તાલુકામાં 1થી 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જેનાથી વિવિધ વિસ્તારોમાં બેચેન કરનાર પરિસ્થિતિઓ સર્જાઈ છે. મોસમી સ્થિતિને ધ્યાને રાખતા, સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે અને રેસ્ક્યૂ અને રાહત કામગીરી ધીમે ધીમે હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Rajkot: શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ; લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી, ડેમ થયા ઓવરફ્લો